GUJARATIDARSABARKANTHA

ઇડરના શ્રીનગર વિસ્તારમાંથી ૧૦૦ કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો…

ઇડરના શ્રીનગર વિસ્તારમાંથી ૧૦૦ કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો…

એક તરફ ડિજિટલ ઇન્ડિયા તો બીજી તરફ સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત દેશમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવવામાં આવી રહ્યો છે બીજી તરફ સ્થાનિક કચેરીઓ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગમાં ઘટાડો થાય અને લોકો પ્લાસ્ટિકના ઉપયોગને સાઈડમાં મૂકી અન્ય પેપર વર્ક ઉપયોગમાં લેવામાં આવે તે દિશામાં કાર્યરત કામકાજ કરી રહ્યા છે.. ત્યારે ઈડર નગરપાલિકા દ્વારા ઈડરના શ્રીનગર વિસ્તારમાંથી ૧૦૦ કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.. ઈડર નગરપાલિકા દ્વારા પકડવામાં આવેલ પ્લાસ્ટિકના જથ્થાની સામે ઇડર શહેરમાં નાના વેપારીઓને ત્યાં પાલિકા પ્લાસ્ટિકની માલ જપ્ત કરી રહી છે તો બીજી તરફ શહેરમાં કેટલાક હોલસેલના વેપારીઓ બેફામ રીતે પ્લાસ્ટિકનો ધંધો રોજગાર કરી રહ્યા છે ત્યારે પ્લાસ્ટિક બુક તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કે કામગીરી કરવામાં આવી રહી છે તેની સામે બાલિકા તંત્ર સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.. નગરપાલિકા એક તરફ પ્લાસ્ટિકના મુદ્દા માલ ને જપ્ત કરી રહ્યું છે ત્યારે બીજી તરફ નગરપાલિકા થી થોડીક દૂર હોલસેલના વેપારીઓ ધામધૂમથી પ્લાસ્ટિકનું વેચાણ કરી રહ્યા છે ત્યારે ઇડર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને ઈડરના સ્થાનિક વેપારીઓ ફક્ત ફોટો શૂઝ માટે કરવામાં આવી હોય તેમ જણાવી રહ્યા છે ત્યારે જોવાનું રહે છે કે ઇડર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક સામે આવનાર સમયમાં કેવા અને કેટલા પગલાં ભરવામાં આવે છે…

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!