વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૯ માર્ચ : ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વિનિયમ ૧૯૭૪ ની સુધારા સમિતિમાં ABRSM-કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક-ઉચ્ચતર સંવર્ગ દ્વારા સંકલિત મુદ્દાઓને સુધારા સમિતિમાં પહોંચાડવાના સંકલિત સૂચનો કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ વિનિયમ-૧૯૭૪ સુધારા સમિતિના સભ્ય શ્રી સંજયભાઈ પરમાર સાહેબને લેખિત સ્વરૂપે આપવામાં આવેલ હતા.હાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના વિનિયમો-૧૯૭૪ના સુધારા માટેની સમિતિની રચના કરવામાં આવેલ છે. બોર્ડ વિનિયમ-૧૯૭૪માં સુધારા બાબતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ દ્વારા કચ્છ-ગુજરાતના શિક્ષકો પાસેથી હકારાત્મક સૂચનો ગુગલ ફોર્મના માધ્યમથી મંગાવવામાં આવેલ હતા, જેને સંકલિત કરી કચ્છ જિલ્લા શિક્ષણ જગતના સફળ સુકાની એવા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી તેમજ બોર્ડ વિનિયમ-૧૯૭૪ સુધારા સમિતિના સભ્ય શ્રી સંજયભાઈ પરમાર સાહેબના માધ્યમથી શિક્ષણ અને શિક્ષકોના હિતમાં સુધારા સમિતિ સુધી પહોંચાડવાનો એક સકારાત્મક પ્રયાસ કરી જોડતી કડી રુપ ભૂમિકા ભજવેલ હતી. આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ કોર ટીમ મૂરજીભાઇ ગઢવી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની તેમજ સરકારી માધ્યમિક-ઉચ્ચતર મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેલ હતા.