BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના આણંદપુરા ખાતે ડેપ્યુટી સરપચની ચૂંટણીમા ભરતભાઈ પ્રજાપતિ ની નિમણુંક કરાઈ.

કાંકરેજ તાલુકાના આણંદપુરા ખાતે ડેપ્યુટી સરપચની ચૂંટણીમા ભરતભાઈ પ્રજાપતિ ની નિમણુંક કરાઈ.

કાંકરેજ તાલુકાના આણંદપુરા ખાતે ડેપ્યુટી સરપચની ચૂંટણીમા ભરતભાઈ પ્રજાપતિ ની નિમણુંક કરાઈ.

કાંકરેજ તાલુકાના આણંદપુરા ખાતે કાંકરેજ તાલુકા ઈન્ચાર્જ પૂરવઠા નાયબ મામલતદાર દબાણ અધિકારી મયુરીબેન રાઠોડ ના અધ્યક્ષતામા,તલાટી કમમંત્રી ભરતકુમાર ખેર,સરપંચ ઠાકોર ભારતીબેન મેરૂજી સહીત ગ્રામ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમા ચૂંટણી યોજાઈ હતી.જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે બે ફોર્મ ભરાયા હતા.ચૂંટણી યોજાય તે પહેલા જ એક સભ્યએ ફોર્મ પરત ખેંચતા સામેના ઉમેદવારને બિનહરીફ જાહેર કર્યા હતા.જેમાં આઠ સભ્યોએ ટેકો જાહેર કરતાં ડેપ્યુટી સરપંચ તરીકે પ્રજાપતિ ભરતભાઈ ઉમેદભાઈ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.ત્યારે ભુવાજી પરાગભાઈ પ્રજાપતિ, વાસુભાઈ પ્રજાપતિ,ગામના સરપંચપતિ અને સમર્થકોએ ભરતભાઈ પ્રજાપતિ ને ફૂલ હાર પહેરાવી મ્હોં મીઠું કરી શુભેચ્છા પાઠવી હતી.ભરતભાઈ પ્રજાપતિ એ ગામના વિકાસના કાર્યમાં સહભાગી થઈ ગામના વિકાસના કર્યો કરીશ.મને બિન હરીફ ડેપ્યુટી સરપંચ બનાવવા બદલ ખેંગારપુરા,આણંદપુરા, કરશનપુરા ગામના તમામ સભ્યો અને ગામજનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.ગ્રામ પંચાયતનું ભવન નવું બનતું હોવાથી આરોગ્ય કેન્દ્રના મીટીંગ હોલમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!