વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૦4 માર્ચ : અદાણી સંચાલિત બંદરોની પરિવર્તનશીલ તાકાતને ચલચિત્ર સ્વરુપેે અભિવ્યક્ત કરતી એક નવી ફિલ્મ ’જર્ની ઓફ ડ્રિમ્સ’ અદાણી ગૃપે પ્રસ્તુત કરીને “હમ કરકે દિખાતે હે” ટેગ લાઇન અંતર્ગત તેની સાફલ્ય ગાથાઓમાં વધુ એક ઉમેરો કર્યો હોવાની ઘોષણા કરી છે.કથાત્મક આધારિત આ ફિલ્મ આજના ભારત અને ભારતીયોના ‘હમ કરકે દીખાતે હે’ ની ભાવનાને નમન કરે છે. પ્રચંડ નિશ્ચય ક્ષમતા ઉપર પ્રકાશ પાડતી આ ફિલ્મના કેન્દ્રમાં અદાણી સંચાલિત બંદરો નાના અને મોટા બન્ને વ્યવસાયોને વિશ્વ કક્ષાની સુવિધાઓ સાથે વણથંભી કનેક્ટિવિટીની સુવિધાઓ આપીને સમૃદ્ધ થવા સમર્થ અને સક્ષમ કરે છે તેની ગાથા છે.ભારતના સૌથી મોટા સંકલિત બંદરો અને લોજિસ્ટિક્સ કંપની બની રહેવા સાથે અદાણી પોર્ટ્સ અને સેઝ લિ. (APSEZ) એ દેશની માળખાકીય સુવિધાઓનો આધાર છે અને આર્થિક વિકાસને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વિશ્વભરમાં માલની હેરફેરને અસરકારક રીતે સરળ બનાવતા અદાણીના બંદરો સ્થાનિક અર્થતંત્રમાં સીધો ફાળો આપવા સાથે ઉદ્યોગ સાહસિકોને તેમના સપનાઓ સાકાર કરવા માટે સશક્ત કરે છે આ ફિલ્મનો ઉઘાડ એક યુવક અને તેની પુત્રીને ક્ષિતિજમાં વહાણમાં જોતા એક હ્રદયસ્પર્શી દ્રશ્ય સાથે થાય છે, આ વેળા પુત્રી કુતુહલવશ પૂછે છે, “જાહાજમેં બડી બડી ચીઝે જાતી હૈ ના, પાપા?” પિતા જવાબ આપે છે ,“ઇસ્મે બડે બડે સપને ભી જાત હેં,” શિપિંગ અને લોજિસ્ટિક્સના શક્તિશાળી માધ્યમ મારફત સપનાના વાવેતર માટે મંચ પ્રસ્થાપિત કરે છે.જેમ જેમ કથા આગળ વધે છે તેમ આ ફિલ્મ સમજાવે છે કે અદાણી સંચાલિત બંદરોની મદદથી કચ્છની ઉન વણાટની પરંપરાગત હસ્તકલા અને હાથ બનાવટના નમદા રમકડાં કેવી રીતે આંતરરાષ્ટ્રીય બજારોશોધે છે, પિતાનાસપનાનેવાસ્તવિકતામાંપરિવર્તિત કરે છે.પિતાની સફર અસંખ્ય નાના વ્યવસાયિક માલિકોને શક્તિશાળી રીતે રજૂ કરે છે.અદાણી ગ્રુપના કોર્પોરેટ બ્રાંડિંગના વડા શ્રી અજય કાકરએ જણાવ્યું હતું કે, “અદાણી બંદરો પર, અમે ફક્ત માલની હેરફેરની સુવિધા જ પૂૂરી પાડી નથી રહ્યા પરંતુ અમે સપનાઓ નિરખવાની કેડી બનાવી રહ્યા છીએ. જે નાના મોટા વ્યવસાયોને વિશ્વ કક્ષાની સગવડો સાથે -અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરે છે.આપણા બંદરો આશાના બીકન્સ તરીકે કાર્ય કરીને સપનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરીને ભારતભરના અસંખ્ય વ્યક્તિઓ અને પરિવારોની આકાંક્ષાઓનું કેવી રીતે પાલન કરે છે.તે આ ફિલ્મ સુંદર રીતે સમજાવે છે.એજીલ્વી ઇંડિયા નિર્મિત આ ફિલ્મ કંપની ઓજીલ્વી ઇંડિયાના મુખ્ય સલાહકાર શ્રી પિયુષ પાંડેએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી “મોટી કંપનીઓ અને મોટા પ્રકલ્પો વિશાળ જન સમુદાયની દરકાર ન રાખે ત્યાં સુધી તેઓ કદી મોટા નથી. માનવ પરિવર્તનની ગાથાઓની શ્રેણીના બીજા ભાગમાં બંદરોના પ્રચાર પ્રસારમાં અદાણીની માનવ સ્પર્શથી વ્યવસાય કરવાની ભાવનાને ઉજાગર કરીને તે સામાન્ય માણસને કેવી રીતે સકારાત્મક અસર કરે છે તે દર્શાવવામાં આવ્યું છે.અદાણીની હમ કરકે દીખાતે હે ની શ્રેણી અંતર્ગત આ નવી ફિલ્મનો હેતુ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં અદાણીના કામકાજના ગહેરા પ્રભાવને રેખાંકીત કરવાનો છે. મહત્તમ દર્શકો સુધી પહોંચવા માટે પ્રસારણ અને ડિજીટલ મીડિયા સહિતના બહુવિધ પ્લેટફોર્મ્સ ઉપર મૂકવામાં આવશે. જર્ની ઓફ ડ્રિમ્સ ફિલ્મ જોવાની લિન્ક here:https://www.youtube.com/watch?v=IF8ggvMTKsA