તા.૨૫.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના અમદાવાદ ઇન્દોર હાઇવે રાબડાલ ગામ નજીકથી બિન વારસી મહિલાને રેકસ્યુ કરી ગ્રામ્ય પોલીસે મહિલાને પરિવારને સોપાય
આજરોજ તા.૨૫.૦૯.૨૦૨૪ ના બુધવારે ૫ કલાકે વાત કરીયેતો દાહોદથી જાગૃત ઈસમ દ્વારા ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટના સંધ્યાબેન ભુરીયાને ટેલિફોન જાણ કરવામાં આવી કે દાહોદના ગોધરારોડ વિસ્તાર નજીક એક બિન વારસી મહિલા એકલી બેઠી છે.અને તે અસ્થિર મગજની ઓવાનું જણાવતા ડાયનામિક વિકાસ ટ્રસ્ટના સભ્ય દ્વારા બાતમી વાળી જગ્યા પર જઈ જોતા સ્થળ ઉપર તે મહિલા ન જોવાતા ત્યારે આસપાસના વિસ્તારમાં શોધખોડ હાથ ધરતા તે મહિલા અમદાવાદ ઇન્દોર હાઇવે પર જોવા મળતા ભારે સમજાવટ બાદ તે મહિલાને ઓટો રીક્ષામાં બેસાડી દાહોદ ગ્રામ્ય પોલીસ મઠકે લાવી પોલીસને સુપરત કરવામાં આવતા.ગ્રામ્ય પોલીસે ગણતરીના સમય ગાળામાં મહિલાના પરિવારનો સંપર્ક કરી મહિલાને પરિવારથી મેળાપ કરાવી પ્રસંસિય કામગીરી ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટ અને ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી