GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ગુજરાત આમ આદમી પાર્ટી ની પ્રદેશ સમિતિમાં દિનેશ બારીઆ ની નિમણુંક ને લઇ જીલ્લાના કાર્યકરોમાં ખૂશીની લહેર છવાઇ.

તારીખ ૩૦/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

વર્ષ ૨૦૨૦ થી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહેલા દિનેશ બારીઆ ની નિમણુંક પ્રદેશ સમિતિમાં કરવામાં આવી છે જેથી જિલ્લાના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી નું સંગઠન બનાવવામાં અને ચલાવવામાં તેમને સિંહ ફાળો રહ્યો છે. સાત તાલુકા અને ચાર નગરપાલિકા (શહેર) સંગઠન બનાવવા માટે રાત દિવસ જિલ્લામાં પ્રવાસ કર્યો છે. વર્ષ ૨૦૨૦ માં જિલ્લાની જવાબદારી પાર્ટીએ આપી હતી ત્યારથી આજ સુધી સક્રિય ભૂમિકામાં રહી પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે મહેનત કરી છે. પ્રદેશ કક્ષાએથી જેટલા પણ કાર્યક્રમો પાર્ટીએ આપ્યા તેને સફળતા પૂર્વક કર્યા છે તેમની કામ કરવાની પદ્ધતિ,નેતૃત્વ કરવાની ક્ષમતા તથા સંગઠનની સમજદારી અને રાજકીય સમજ થી પંચમહાલમાં આમ આદમી પાર્ટીનું નામ બની રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કક્ષાએથી શિર્ષ નેતૃત્વ દ્વારા દિનેશ બારીઆ ની પ્રદેશ સહમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

વર્ષ ૨૦૧૨ ની કાલોલ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા બાદ વર્ષ ૨૦૨૨ માં આમ આદમી પાર્ટી તરફથી કાલોલ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડ્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ કાલોલ વિધાનસભા બેઠક પર રાખવામાં આવ્યો હતો. દિનેશ બારીઆ ની સામે કોંગ્રેસ તરફથી ચાર વખત ધારાસભ્ય તરીકે અને બે વખત સંસદ સભ્ય તરીકે રહેલા પૂર્વ ભાજપના નેતા પ્રભાતસિંહ ચૌહાણ તથા ભાજપ તરફથી બે વખત ધારાસભ્ય તરીકે રહેલા ફતેસિંહ ચૌહાણ ચૂંટણી લડ્યા હતા આવી સ્થિતિમાં પણ દિનેશ બારીઆ એ આ બેઠક પર સારી પકડ જાળવી રાખી હતી વોટ લેવામાં સફળ રહ્યા હતા. ચૂંટણીઓમાં પાર્ટીઓ દ્વારા ખુબ નાણાં ખર્ચાતા હોય છે તેની સામે આમ આદમી પાર્ટી તરફથી લડી રહેલા દિનેશ બારીઆ દ્વારા કોઈ પણ પ્રકારના ખર્ચ વગર મત મળ્યા તે તેમની લોકપ્રિયતા છે.વ્યવસાયે શિક્ષક એવા દિનેશ બારીઆ નો કાર્યકર્તાઓ પ્રત્યેનો વ્યવહાર, વર્તન અને સબંધ સૌને પ્રભાવિત કરે છે. એક વર્ષ માટે પંચમહાલ લોકસભા ના ઇન્ચાર્જ તરીકે પણ પાર્ટીએ જવાબદારી આપી હતી અને ત્યારે તેઓએ લુણાવાડા, બાલાસિનોર,ઠાસરા, ડાકોર એમ તમામ મત વિસ્તારોમાં જઇને સંગઠનની અને ચૂંટણી લક્ષી બેઠકો કરી હતી અને આખી લોકસભા બેઠકમાં પ્રવાસો કરી પાર્ટીને મજબુત બનાવવા સતત કામગીરી કરી હતી. તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને હવે ગુજરાત પ્રદેશ સંગઠનમાં નવી જવાબદારી પ્રદેશ સહમંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!