
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
વિક્રમ-૧ રોકેટની ઐતિહાસિક સફળતા બાદ સ્કાયરૂટ એરોસ્પેસના સીઇઓ પવન ચાંદનાએ મુંદરા અને ખાવડા આર.ઈ. પાર્કની મુલાકાત લીધી
૦૦૦
અદાણી ગ્રુપના વિશ્વસ્તરીય પોર્ટ, ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ઇકોસિસ્ટમની મેળવી ઝીણવટભરી માહિતી
૦૦૦
અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિતભાઈ શાહ સાથે વિવિધ ઔદ્યોગિક પ્રકલ્પો નિહાળ્યા
૦૦૦
અદાણી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી સ્પેસ ક્ષેત્રે પ્રેરણા પૂરી પાડી
૦૦૦
મુંદરા સાથે પારિવારિક સંબંધો વાગોળ્યા; પિતાશ્રી પણ અગાઉ અદાણી ગ્રુપમાં બજાવી ચૂક્યા છે સેવાઓ
મુંદરા, ૨૩ ઓગસ્ટ ૨૦૨૬:
ભારતના ખાનગી સ્પેસ ક્ષેત્રમાં નવો ઇતિહાસ રચનાર ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ (Skyroot Aerospace) ના સહ-સ્થાપક અને સીઇઓ (CEO) પવન ચાંદનાએ આજે કચ્છના મુંદરા તેમજ ખાવડા સ્થિત રિન્યુએબલ એનર્જી (RE) પાર્કની વિશેષ મુલાકાત લીધી હતી. તાજેતરમાં જ સ્કાયરૂટ એરોસ્પેસે ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-૧’ સફળતાપૂર્વક લોન્ચ કરીને દેશના સ્પેસ ટેકનોલોજી સેક્ટરમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે.
પોતાના આ પ્રવાસ દરમિયાન પવન ચાંદનાએ મુંદરા ખાતે સ્થિત અદાણી ગ્રુપના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈને ગ્રુપની ઔદ્યોગિક ક્ષમતાઓ, વિશ્વસ્તરીય પોર્ટ, ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમની ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પવન ચાંદનાને ખાવડા અને મુંદરા ખાતે વિકસિત થઈ રહેલા અત્યાધુનિક ઔદ્યોગિક હબ અને વિશાળ પરિસંસ્થાઓ વિશે વિસ્તૃત વિગતો આપી હતી.
ભારતના સ્પેસ સેક્ટરને નવી દિશા આપનાર યુવા ઉદ્યોગસાહસિક માટે મુંદરા જેવા વિશાળ અને આધુનિક ઔદ્યોગિક સંકુલની મુલાકાત ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગસાહસિકતાના ત્રિવેણી સંગમ તથા પરસ્પર સંકલનને સમજવાની ઉત્તમ તક બની રહી હતી.
પોતાના પ્રવાસ દરમિયાન પવન ચાંદનાએ ‘અદાણી પબ્લિક સ્કૂલ’ની પણ ખાસ ਮੁલાકાત લીધી હતી. તેમણે શાળાની શૈક્ષણિક વ્યવસ્થા, કેમ્પસ સુવિધાઓ અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. સ્પેસ ટેકનોલોજી, નવીનતા (Innovation) અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવતા પવન ચાંદનાની શાળા મુલાકાતથી વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમને ભવિષ્યના લક્ષ્યાંકો માટે વિશેષ પ્રેરણા મળી હતી.
નોંધનીય છે કે પવન ચાંદના માટે મુંદરાની આ મુલાકાત એક વિશેષ ભાવનાત્મક મહત્વ પણ ધરાવે છે. તેમના પિતાશ્રી અગાઉ અદાણી ગ્રુપ, મુંદરા ખાતે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. જેથી આ મુલાકાત માત્ર એક વ્યાવસાયિક કે ઔદ્યોગિક પ્રવાસ પૂરતી મર્યાદિત ન રહેતા તેમના પરિવારના ભૂતકાળ અને સ્મૃતિઓ સાથે જોડાયેલા સ્થળના પુનઃસ્મરણનું પર્વ પણ બની રહી હતી.
અવકાશ ક્ષેત્રે ‘વિક્રમ-૧’ રોકેટની ભવ્ય સફળતાથી લઈને મુંદરાના ઔદ્યોગિક પ્રકલ્પો સુધીની પવન ચાંદનાની આ મુલાકાત ભારતની નવી પેઢીની આકાંક્ષાઓ, અત્યાધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચેના મજબૂત થઈ રહેલા સંબંધોનું ઉત્કૃષ્ટ પ્રતીક છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com






