GUJARATKUTCHMUNDRA

AGEL દ્વારા ખાવડામાં 480 MWના નવા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા.

2030 સુધીમાં 50 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનું લક્ષ્‍યાંક.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-03 એપ્રિલ  : અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL) સંપૂર્ણ માલિકીની પેટાકંપની દ્વારા ખાવડામાં 692.6 મેગાવોટની નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સનું પર કામ શરૂ કર્યુ છે. નવા કાર્યરત પ્રોજેક્ટ્સમાં રવિવારથી વીજ ઉત્પાદન શરૂ થઈ ગયું છે. જેમાં સૌર અને પવન ઉર્જા પ્લાન્ટ્સની નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટસ થકી વીજળી ઉત્પાદન કરવામાં આવશે.

નવા પ્રોજેક્ટ્સ અંતર્ગત કાર્યરત થયેલ 480.1 મેગાવોટનો સૌર અને પવન ઉર્જા પ્લાન્ટ અને અદાણી રિન્યુએબલ એનર્જી ફિફ્ટી સેવન લિમિટેડ દ્વારા કાર્યરત થયેલ 212.5 મેગાવોટનો સૌર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ સાથે, AGL ની કુલ નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન ક્ષમતા 14,217.9 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે.

કંપનીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ્સ શરૂ કરવાનો નિર્ણય જરૂરી મંજૂરીઓ મેળવ્યા બાદ લેવામાં આવ્યો હતો, જેની સાથે રવિવારથી વીજ ઉત્પાદન શરૂ થયું છે. નવા કાર્યરત પ્રોજેક્ટ્સમાં વિવિધ પેટાકંપનીઓ હેઠળ સૌર અને પવન ઉર્જા પ્લાન્ટનો સમાવેશ થાય છે. અદાણી રિન્યુએબલ એનર્જી ફિફ્ટી સિક્સ લિમિટેડે 125 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જ્યારે અદાણી રિન્યુએબલ એનર્જી ફોર્ટી વન લિમિટેડે 65.6 મેગાવોટનો પવન પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

અદાણી રિન્યુએબલ એનર્જી ફિફ્ટી સેવન લિમિટેડે 37.5 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ, અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી ફોર લિમિટેડે 52 મેગાવોટ પવન ઉર્જા ક્ષમતા ઉમેરી છે અને અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી ફોર એ લિમિટેડે 2૦૦ મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

અદાણી ગ્રીન કચ્છ જિલ્લાના ખાવડામાં 30,000 મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટ વિકસાવી રહી છે. 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ પેરિસ કરતા પાંચ ગણો મોટો અને મુંબઈ જેટલો જ છે. જ્યારે પૂર્ણ થશે ત્યારે તે તમામ ઉર્જા સ્ત્રોતોમાં વિશ્વનો સૌથી મોટો પાવર પ્લાન્ટ હશે. AGL ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી રિન્યુએબલ એનર્જી હોલ્ડિંગ ટ્વેલ્વ લિમિટેડ, ઉત્તર પ્રદેશને 25 વર્ષ માટે 400 મેગાવોટ સૌર ઉર્જા સપ્લાય કરશે.

ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણ લક્ષ્યો સાથે સંલગ્ન અદાણી ગ્રીન 2030 સુધીમાં 50 ગીગાવોટના રિન્યુએબલ એનર્જી ક્ષમતાના લક્ષ્‍યાંક સાથે વધી રહ્યું છે. 2030 સુધીમાં આ 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ઊર્જા સાથે ગ્રીડને ડીકાર્બોનાઇઝ કરવાના ભારતના લક્ષ્યના 10% હિસ્સો ધરાવે છે.

 

Back to top button
error: Content is protected !!