AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

૧૦૦ માં કાર્યક્રમની ધમાકેદાર પૂર્ણાહુતિ

ભારતીય વિદ્યા ભવનના કલ્ચરલ એકેડેમી અને ઇન્ફોસીસ ફાઉન્ડેશન બેંગ્લોરના કલ્ચરલ આઉટરીચ પ્રોગ્રામ ના ૧૦૦ માં કાર્યક્રમની ધમાકેદાર પુર્ણાહુતિ થઈ. સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને એકલવ્ય સંસ્કૃત એકેડેમી દ્વારા દિગ્દર્શિત સંસ્કૃતયાત્રા નૃત્ય નાટિકા માં વેદકાળથી આજના આધુનિક યુગ સુધીમાં સંસ્કૃત ભાષાનો જે વિકાસ થયો છે અને તેના સ્વરૂપમાં જે પરિવર્તનો આવતા રહ્યા છે તેનાથી આજની પેઢીને જાણકારી આપવાનો એક પ્રયાસ કર્યો છે જેમાં કાલિદાસ અને ભાસની નાટ્ય કૃતિઓ સાથે કથક, ભરતનાટ્યમ્ અને ગુજરાતી લોકનૃત્ય ગરબા નો સમન્વય કરીને આ નૃત્ય નાટિકાને લોક ભોગ્ય બનાવવામાં આવી છે. ભારતીય જ્ઞાન પરંપરા અને સંસ્કૃત સાહિત્ય સાથે લોકોનો પરિચય કેળવાય અને સમાજ સંસ્કૃત ભાષાના અધ્યયન તરફ પ્રેરાય એવા ઉમદા હેતુ સાથે આ નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ થઈ. સંસ્કૃત સાહિત્યમાં લોકો રસ લેતા થાય તે હેતુથી ખુબ સુંદર છણાવટ સાથે સંસ્કૃતિ યાત્રા નૃત્ય નાટિકા, ભવન્સ કોલેજના જે. એ. ઓડિટોરિયમ માં તારીખ ૧૭ માર્ચ ૨૦૨૪ ના રોજ પ્રસ્તુતિ કરવામાં આવી. મુખ્ય અતિથિ તરીકે શ્રી ભાગ્યેશ ભાઈ જા, અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય એકેડેમી, ગાંધીનગર, ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ભારતીય વિદ્યાભવનના ચેરમેન શ્રી મુકેશ પટેલ, સેક્રેટરી શ્રી પ્રકાશ ભગવતી, સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમના ટ્રસ્ટી શ્રીમતી ભાવનાબેન રાવલ તથા કલ્ચરલ એકેડેમી સ્ટાફ અને બહોળી સંખ્યામાં લોકો એ આ સંસ્કૃત નાટિકા નો રસાસ્વાદ માણ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!