AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

વિસાવદર વિધાનસભામાં પેટા-ચૂંટણી યોજવામાં ન આવતા આમ આદમી પાર્ટી આક્રમક બની છે.

ઇલેક્શન કમિશન દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. જેના કારણે આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવી,નેશનલ જોઇન્ટ સેક્રટરી અને મહારાષ્ટ્ર પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલિયા, ગુજરાત સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારી, કાર્યકારી પ્રમુખ કૈલાશદાનભાઈ ગઢવી , કાર્યકારી પ્રમુખ જ્વેલબેન વસરા, પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણભાઈ રામ, લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર અને હાઇકોર્ટના વકીલ પુનિતભાઈ જુનેજા દ્વારા ઇલેક્શન કમિશન ઓફીસમાં ચીફ ઇલેક્શન ઓફિસર ને રજૂઆત કરવામાં આવી અને આવેદનપત્ર આપ્યું.

આવેદનપત્ર આપ્યા બાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલીયાએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે અમે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ એક રજૂઆત લઈને આવ્યા હતા. ગઈકાલે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ, સાથે સાથે ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણી પણ જાહેર થઈ હતી પરંતુ વિસાવદર વિધાનસભાની ચૂંટણીની કોઈ જાહેરાત થઈ નથી. તો આજે ચીફ ઇલેક્શન ઓફિસર સમક્ષ સામે સાત મુદ્દાઓ પર રજૂઆત લઈને આવ્યા છીએ.

અત્યારસુધી રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરે ચૂંટણી કમિશન દ્વારા કોઈપણ પ્રકારનો ખુલાસો આપવામાં આવ્યો નથી કે શા માટે વિસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. આ સિવાય કોઈ પણ રાજનૈતિક પાર્ટીને પણ આ વિશે કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. બીજી બાજુ ભાજપ ભાજપના લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે કે ચૂંટણી પંચથી ભૂલ થઈ ગઈ છે. આ મુદ્દા પર અમે ચૂંટણી પંચ રજૂઆત કરી છે કે, જો ચૂંટણી પંચે કોઈ પણ પ્રકારનો ખુલાસો નથી આપ્યો, તો પછી ભાજપના નેતાઓ કઈ રીતે આ મુદ્દે ખુલાસો આપી રહ્યા છે. શું ઇલેક્શન કમિશનના લોકોએ ભાજપના લોકોને ખાનગીમાં કોઈ માહિતી આપી છે? આ સિવાય કેટલાક ભાજપના લોકો એવો પણ ભ્રમ ફેલાવી રહ્યા છે કે હાઇકોર્ટમાં એક કેસ થયો હોવાના કારણે ચૂંટણી જાહેર થઈ નથી. પરંતુ ચૂંટણી પંચે આવું પણ કોઈ કારણ આપ્યું નથી.

વિસાવદરના સ્થાનિક લોકો ક્યારેય પણ ગદ્દારોને માફ કરતા નથી. ભૂતકાળમાં જેમણે પણ પક્ષ પલટો કર્યો છે ત્યારે વિસાવદરની જનતાએ તેમને કડક વળતો જવાબ આપ્યો છે. માટે ભાજપે વિસાવદરમાં એક સર્વે કરાવ્યો અને સર્વેમાં જાણવા મળ્યું છે કે વિસાવદરમાં ભાજપ ખરાબ રીતે હારી રહી છે. જેના કારણે યેન કેન પ્રકારે ભાજપે ચૂંટણીપંચ પર દબાણ લાવીને વિસાવદરમાં ચૂંટણી ન થાય તેવું ષડયંત્ર રચ્યું છે, આ પ્રકારની માહિતી લોકમુખે ચર્ચાઇ રહી છે. અમે ચૂંટણી પંચ સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી છે કે ચૂંટણીપંચ દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવે કે લોકો જે વાત કહી રહ્યા છે તેમાં કોઈ તથ્ય છે કે નહીં. અને ચૂંટણી પંચ આ મુદ્દે ખુલાસો કરે અથવા આ વાતનું ખંડન કરે તેવી અમારી માંગ છે કારણ કે કોઈ ભ્રમ ન ફેલાય.

ચૂંટણી પંચની નિષ્પક્ષતાને લઈને વિસાવદરની જનતામાં એક ડર ફેલાયો છે, કે આખા દેશમાં ચૂંટણી છે પરંતુ વિસાવદરમાં કેમ નથી? માટે અમારી માંગણી છે કે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરવો જોઈએ કે શા માટે વિસાવદરની ચૂંટણી યોજવામાં આવી નથી. ચૂંટણી પંચ એ પણ જણાવવું જોઈએ કે જે પણ કારણોસર ચૂંટણી નથી યોજવામાં આવી રહી તે કારણે ખતમ કરવા માટે અને ચૂંટણી સમયસર થાય એ માટે ચૂંટણી પંચે શું પગલા લીધા? અમારી મુખ્ય માંગણી એ જ છે કે તાત્કાલિક ધોરણે વિસાવદરની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!