AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતની રાજ્ય કારોબારી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ ખાતે યોજાઇ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતની રાજ્ય કારોબારી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ ખાતે યોજાઇ. જેમાં કચ્છ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉપાધ્યક્ષ અને ગાંધીધામ તાલુકાના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા દ્વારા કચ્છ જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નોની રજૂઆતકરવામાં આવી.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત વિદ્યાલય શિક્ષાની રાજ્ય કારોબારી બેઠક વિવિધ જિલ્લાઓ તથા સંવર્ગના ૪૨૬ થી વધુ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ડૉ .બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ ખાતે યોજાઈ. આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય સંગઠન મંત્રી મહેન્દ્રજી કપૂર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ (માધ્યમિક) મોહનજી પુરોહિત, ડૉ .બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડૉ .અમીબેન ઉપાધ્યાય, રાષ્ટ્રીય સચિવ (પ્રાથમિક સંવર્ગ) તથા ગુજરાત પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ તથા સંગઠનમંત્રી સરદારસિંહ મછારની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ રાજ્યની કારોબારીમાં કચ્છ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉપાધ્યક્ષ અને ગાંધીધામ તાલુકાના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા દ્વારા કચ્છ જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નોની રજૂઆતકરવામાં આવી હતી.

જેમાં ગુજરાતના 2001 પછીના તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવા અને તેમાં પણ સરકારશ્રી સાથે થયેલ સમાધાન મુજબ 2005 પહેલાના શિક્ષકોને જુની પેન્શન યોજના લાગુ કરવાનો પરિપત્ર સત્વરે બહાર પાડે. અને આ માટે ગુજરાત રાજ્યના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે શિક્ષણમંત્રી સાહેબની હાજરીમાં કહ્યું છે કે જો ગુજરાતમાં 15 મી ઓગષ્ટ સુધી જુની પેન્શન યોજનાનો અમલ કરવામાં નહિ આવે તો 16 મી ઓગષ્ટે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં તમામ કર્મચારીઓ મહાઆંદોલન કરશે અને આગળની રણનીતિ પણ આંદોલનના દિવસે જ કરાશે.

ત્યાર બાદ ગુજરાતના રાજ્યના 12 વર્ષના વનવાસ પછી પણ જે H-TAT શિક્ષકભાઈઓના નિયમો સત્વરે બહાર પાડવા અંગે રજૂઆત કરવામાં આવી. તેમજ ગુજરાત રાજ્યના બહેનોને પ્રસૂતિ રજા સળંગ ગણવા બાબતનો પરીપત્ર સત્વરે બહાર પાડવા, શિક્ષકોને ખાસ BLO ની કામગીરીમાંથી મુક્ત કરવા બાબત, તેમજ એકમ કસોટીનું ઓનલાઇન કામગીરીનું ભારણ ઘટાડવા અંગે, તેમજ જ્ઞાન સહાયક શિક્ષકોને 12 સી એલ. આપી એક સુત્રતા જાળવવા અંગે, તેમજ શિક્ષકોના અને જ્ઞાન સહાયકોના પગારની ગ્રાન્ટ સમયસર ફાળવવા અંગે, ગુજરાત રાજ્યના શિક્ષકોનું ઘરભાડું કેન્દ્રના મુજબ આપવા અંગે, કચ્છ જિલ્લામાં જ્ઞાન સહાયક નહિ પણ વિદ્યાસહાયક ની ભરતી 100 ટકા સત્વરે કરવા અંગે, તેમજ ગુજરાત રાજ્યના નગરપાલિકાના શિક્ષકોને 1996 થી 4200 ગ્રેડ મુજબ એરિયર્સનો લાભ આપેલ છે. તે લાભ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના નગરપાલિકાના શિક્ષકોને આપવામાં આવે, તેમજ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકને 4200 પે.ગ્રેડ નો લાભ આપવામાં આવે, ફાજલ થયેલ શિક્ષકોને રક્ષણ આપવામાં આવે, તેમજ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકને બદલીનો લાભ આપવામાં આવે, તેમજ તેમને 300 રજાનું રોકડ રૂપાંતર આપવામાં આવે, તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની શાળાઓમાં વહીવટી કલાર્ક અને પટાવાળાની ભરતી કરવામાં આવે, શાળા સ્વચ્છતા ગ્રાન્ટમાં વધારો કરી સમયસર ગ્રાન્ટ ફાળવવામાં આવે જેવા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી..
અને આ કચ્છ જિલ્લાના શિક્ષકોની આ રજૂઆતોને ગુજરાત રાજ્યના માન. શિક્ષણમંત્રી સાહેબશ્રીઅને ગુજરાત રાજ્યના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ સાહેબ દ્વારા પોઝીટીવ લઈ હકારાત્મક રીતે કચ્છ જિલ્લાના શિક્ષકોના તમામ પ્રશ્નો હલ કરવા માટે હકારાત્મક અને પોઝીટીવ વલણ અપનાવ્યું હતું..

Back to top button
error: Content is protected !!