AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ભાઈને આરટીઓમાં પ્યુન તરીકે મુકાવવાનું કહી યુવતીને જૂદી જૂદી હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ

પિતા આરટીઓમાં આઈજી અને પોતે સાહેબ હોવાની ઓળખ આપી આરોપીએ યુવતીના ભાઈને આરટીઓમાં પ્યુન તરીકે નોકરીએ લગાવવાની લાલચ આપી સાડા ત્રણ લાખ પડાવ્યા તેમજ યુવતીને જૂદી જૂદી હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે ઝીરો નંબરથી ફરિયાદ આવતા પાલડી પોલીસે ગુનો દાખલ કરી તપાસના કાગળો એસસીએસટી સેલને વધુ તપાસ માટે મોકલી આપ્યા છે.

બાવળાની ખાનગી કંપનીની રેડીમેડ કપડાં સહિતની વસ્તુઓનું ઓએલએક્સ પર વેચાણ કરતી યુવતીને આરોપી ક્રીપાલ રાઠોડે મેસેજ કરી પોતે આરટીઓમાં સાહેબ હોવાનું અને તેના પિતા આઈજી હોવાની વાત કરી બિઝનેસ કરવામાં રસ દાખવ્યો હતો. યુવતી અને આરોપી વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો. યુવતીના ભાઈને આરોપીએ આરટીઓમાં પ્યુન તરીકે લગાવવાની વાત કરી પાંચ લાખ ખર્ચ થશે તેવી વાત કરી છ મહિનામાં પૈસા પુરા કરવાની શરત મુકી હતી. આરોપી શહેરના પાલડી સહિતના જૂદા જૂદા વિસ્તારની હોટલમાં યુવતીને મળવા માટે બોલાવી તેની પર દુષ્કર્મ આચરતો હતો. આ દરમિયાનમાં આરોપીને યુવતીના પિતાએ પુત્રની નોકરી માટે રૂ.૩.૫૦ લાખથી વધુની રકમ ચુકવી તેમજ આરોપી યુવતીના ત્રણ મોબાઈલ ફોન પણ લઈ ગયો હતો. જો કે, યુવતીના ભાઈને આરટીઓમાં નોકરી લગાવવાના મામલે આરોપી ગલ્લા તલ્લા કરતો હતો. આરોપી અંગે તપાસ કરતા તે આરટીઓમાં ન હોવાની વિગતો મળતા યુવતીએ રકમ અને મોબાઈલ ફોન પરત માંગ્યા હતા. આરોપીએ અપશબ્દો બોલી જ્ઞાાતી વિરૂદ્ધ ઉચ્ચારણ કરી યુવતી સહિતના લોકોને જાનથી મારવાની ધમકીઓ આપી હતી. ભાવનગરથી ઝીરો નંબરથી આવેલી ફરિયાદી પાલડી પોલીસે દાખલ કરી વધુ તપાસ માટે એસએટી સેલને કાગળો મોકલી આપ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!