AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોને પાક વીમાના વળતર માટેનો સરકારનો સર્વે રિપોર્ટ નકાર્યો

રાજ્યમાં ચોમાસા દરમિયાન પૂર અને અને કુદરતી હોનારતના લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારની કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને નકારી કાઢવામાં આવ્યો છે. જેને લઇને ખેડૂતો માટે ખુશીના સમાચાર છે.

રાજ્યમાં વર્ષ 2017-2018 માં ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે રાજ્ય સરકાર દ્રારા ખેડૂતોને પાક વીમા યોજના અંતર્ગત વળતર આપવા માટે સર્વે કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતગર્ત લાયકાત ધરાવતા ખેડૂતોને વળતર આપવા માટે સરકાર દ્વારા નિમાયેલી કમિટીએ યોગ્ય સર્વે ન કર્યો હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું છે.  ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો હતો હોવાનું હાઇકોર્ટે કહ્યું હતું.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારના આ રિપોર્ટને નકારી કાઢવામાં આવ્યો હતો. હાઈકોર્ટ સમક્ષ અરજી કરનાર અરજદારોના ક્લેમ બાબતે પણ કમિટીએ સુનાવણીની તક નહીં આપી હોવાનું હાઈકોર્ટે નોંધ્યું છે.

આગામી બે અઠવાડિયામાં નવેસરથી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો હતો. આગામી સુનાવણી 26 જુલાઇએ હાથ ધરાશે.

Back to top button
error: Content is protected !!