AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદમાં ભારે પવન સાથે પડ્યો કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા

હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેર અને જિલ્લા ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા વરસ્યો છે. વરસાદ પડતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી, તો પાક નુકસાન થવાના ભયે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી કરવામા આવી છે. વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં આગાહી કરવામા આવી છે.

ઉલ્લેખનીય છે કે, આજે સવારથી મહેસાણા, જામનગર, અરવલ્લી, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા છે. ઊંઝા શહેરમાં ધીમી ધારે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ માવઠું પડ્યું હતું. જામનગર તાલુકાના ચંદ્રગઢ ગામમાં વરસાદના કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળીયો છીનવાયો છે.

જામનગરના આલિયા, ચંદ્રગધ, રામપર સહિતના ગામોમાં માવઠાનો માર જોવા મળ્યો હતો. વઢાયેલ ધાણાના પાક પર વરસાદ પડતા ખેડૂતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ઘઉં, જીરું અને ચણા સહિતના પાકમાં નુકસાની થવાની ભીતી સેવાઈ રહી છે.

તો આ તરફ અરવલ્લી માલપુર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. માલપુર સહિત મોર ડુંગરી, જેશીંગપુર, અંબાવા, કોયલીયામાં વરસાદી છાંટા પડ્યા હતા. ખેતરોમાં ઘઉં ચણા જીરું સહિતના ઉભા પાકમાં નુકશાન જોવા મળ્યું હતું.

ઉપરાંત બનાસકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. ડીસા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ વિઠોદર, થેરવાડા, જેરડા સહિતના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જો વધુ કમોસમી વરસાદ થાય તો બટાટા, જીરું, એરંડા સહિતના પાકને મોટું નુકસાન થઈ શકે છે.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, દ્વારકામાં વરસાદ શરુ થયો છે જ્યારે કચ્છના અજારમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ભૂજ, મુંદ્રા અને ગાંધીધામમાં પણ ઝાપટું પડ્યું છે તો મહેસાણાના મંડાલી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. દ્વારકા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની થતા ઘઉં, જીરા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!