AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

યુથ કોંગ્રેસ દ્વારા ‘યંગ ઇન્ડિયા બોલ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો

 ‘નશા નહીં, નોકરી દો’ થીમ પર યુવાનોએ પોતાના વિચારો રજૂ કર્યા
ગુજરાતમાં ડ્રગ્સ સરળતા મળી રહ્યું છે, ભાજપ સરકાર યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યું છે
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે તાજેતરમાં ‘યંગ ઇન્ડિયા બોલ’ સિઝન-5 ‘નશા નહીં, નોકરી દો’ થીમ પર યુવાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવાનોને ઈનામ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘યંગ ઇન્ડિયા બોલ’ કાર્યક્રમ દ્વારા અનેક યુવાનોને નવું પ્લેટફોર્મ મળે છે. યુવા કોંગ્રેસ યુવાનોને રાજકીય રીતે આગળ વધવા માટે એક મંચ પૂરો પાડે છે. દેશ- રાજ્યની વિવિધ સમસ્યા ઉજાર કરવા માટે પણ યુવાનો આગળ તેના વિશે વાત કરી હતી.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી અને મીડિયા વિભાગના ચેરમેન મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે ‘યંગ ઇન્ડિયા બોલ’ કાર્યક્રમ થકી દેશના યુવાનોને રાજકીય રીતે આગળ વધવા માટેનો પ્લેટફોર્મ પુરુ પાડે છે. યુથ કોંગ્રેસ યંગ ઇન્ડિયા બોલ કાર્યક્રમ ભાગ લેનાર યુવાનોને પ્રવકતાના પદ પર કામ કરવા માટે તક પૂરી પાડશે. આ કાર્યક્રમમાં પ્રથમ દિવસ આવનારા યુવાનો રોકડા ઇનામ અને ટ્રોફી આપીને સન્માનિત કરવા આવ્યા હતા.
યંગ ઇન્ડિયા બોલ કાર્યક્રમમાં ‘નશા નહીં, નોકરી દો’ થીમ પર યુવાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેમાં યુસુફ રિઝવીએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો અને નિર્મલ પટેલે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ધૂર્વિકા રોહિતે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડીયા, હિરેન બેન્કર, અને જાણીતા એડવોકટ નિકુંજ બલ્લર, શક્તિ સુપર શી ના ચેરમેન વૈશાલી શિંદે, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી ડૉ.ઉપેન્દ્રસિંહ જાડેજા, ડૉ.પ્રવીણસિંહ વણોલ, વિરલ કટારીયા, પ્રદેશ મંત્રી લક્ષ્મી ચૌહાણ અને અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ ઈમરાન શેઠજી વગેરે હોદેદારો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!