GUJARATKUTCHMANDAVI

કચ્છના તમામ હોલસેલર્સ,રિટેલરર્સએ આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ નિયંત્રણમાં રાખવાના રહેશે.

દરેક આવશ્યક વસ્તુઓનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોય નાગરિકો અફવાઓથી દૂર રહે

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

આવશ્યક ધારામાં સમાવિષ્ટ ૩૮ વસ્તુઓના સંગ્રહાખોરી કે જમાખોરી ગુનો બનશે.

માંડવી,તા-10 મે : વર્તમાન પરિસ્થિતિમાં હાલ કચ્છ જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે ના દોરાવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવે છે. રાજ્ય સરકારશ્રીની સૂચના મુજબ દેશની પ્રર્વતમાન પરિસ્થિતિને અનુલક્ષી સામાન્ય લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો સરળતાથી મળી રહે તથા આવશ્યક ચીજવસ્તુઓ હેઠળ આવતી કુલ ૩૮ ચીજવસ્તુઓની સંગ્રહાખોરી (સ્ટોકીંગ) અથવા જમાખોરી (હોલ્ડીંગ) ના થાય તથા યોગ્ય ભાવ જળવાઈ રહે તે અંગે જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા માટે કચ્છ જિલ્લાના તમામ હોલસેલર્સ, રિટેલરર્સ, બીગચેઈન રીટેલર્સ, પ્રોસેસરર્સ, મિલરર્સ, ડિલર્સ, ઈમ્પોર્ટરર્સશ્રીઓને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. જો કોઇપણ સંગ્રહાખોરી અથવા જમાખોરી સહિતની નિયમોનું ભંગ કરતી પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાને આવશે તો સંબંધિતશ્રીઓ વિરૂધ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ હેઠળ તથા પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટીંગ એકટ-૧૯૮૦ હેઠળ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જિલ્લામાં પેટ્રોલ તથા ડિઝલનો પુરતો સ્ટોક જાળવી રાખવા જિલ્લાની તમામ ઓઇલ માર્કેટીંગ કંપનીઓના નોડેલ અધિકારીશ્રીઓને જણાવવામાં આવ્યું છે. ઉપરોક્ત બાબત ધ્યાને લઈને જિલ્લાના તમામ નાગરિકો કોઈપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે ના દોરાવા તથા રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટીતંત્ર પર વિશ્વાસ સાથે સંપૂર્ણ સહકાર આપવા કચ્છ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એ.એસ.હાશ્મીની અખબાર યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!