AMRELISAVARKUNDALA

સાવરકુંડલામાં પણ રૂપાલા વિરૂદ્ધ રાજપૂત સમાજમાં આક્રોશ.

સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની દીકરીઓ અંગે કરેલા નિવેદન બાદ સર્જાયેલો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માગ કરવામાં આવી રહી છે કે, રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. આજે અમરેલીના ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરવામાં આવી હતી.
રૂપાલાના વિરોધમાં પ્રથમ ખાંભા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ 1 દિવસ પહેલા અમરેલી શહેરમાં મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો અને કરણીસેના સહિત ક્ષત્રિયો એકઠા થઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજે મોટી સંખ્યામાં સાવરકુંડલા શહેરમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને અગ્રણીઓ પ્રાંત અધિકારી સમક્ષ પહોંચી આવેદનપત્ર આપી રૂપાલાને તાત્કાલિક હટાવી દેવાની અને ટિકિટ રદ કરવાની માગ કરવામાં આવી છે. આ ટિકિટ નહિ કાપવામાં આવે તો દેશભરમાં ક્ષત્રિય સમાજ સંગઠિત થઈને વિરોધ પ્રદશન કરી ભાજપને નુકસાન પહોંચાડવાની ચીમકી પણ ઉચ્ચારી દેવાય છે.
સાવરકુંડલા ક્ષત્રિય અગ્રણી પ્રતાપભાઈ ખુમાણે કહ્યું હતું કે,રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલા દ્વારા જાહેર સભામાં રાજપૂતોની સંસ્કૃતિ અને બહેનો ઉપર બયાન આપ્યું છે જેના કારણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને દેશભરમાં આક્રોશ છે ત્યારે આટલા દિવસો થયા છે ત્યારે રાજપૂત સમાજની એકજ માંગ છે રૂપાલા સિવાય અન્ય કોઈપણને મુકવામાં આવે અને અમારી માંગ છે તાત્કાલિક બદલાવવા જોઈએ અમારે કોઈ ટિકિટ નથી જોતી જેને બલિદાન આપ્યા છેજેમનો ઈતિહાસ છે તેમના વિરુદ્ધ બોલ્યા છે ઈરાદા પૂર્વક બોલવામાં આવ્યા છે. ભાજપને અમારી વિનંતી છે રાજપૂત સમાજ ની લાગણી જુવો નહિતર દેશ ભરમાં આ ક્ષત્રિય સંગઠનો એક થઈ રહ્યા છે.

રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!