GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ઉપલેટા ખાતે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો

તા.૩૦/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી માટે કરવામાં આવેલા અભિયાનના ભાગરૂપે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જાગૃતિ સેમિનાર કાર્યક્ર્મ યોજાયો હતો. બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી ઉપલેટા અને ધોરાજી આયોજિત જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજનાના સ્ટાફ દ્વારા કુલ ૧૭૬ આંગણવાડી વર્કર બહેનોને જાગૃત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં આંગણવાડી વર્કર બહેનોને કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત પ્રતિબંધ ફરિયાદ નિવારણ અધિનિયમ ૨૦૧૩ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં શી બોક્સ(She box)પોર્ટલ પર ઓનલાઇન કંપલેઇન્ટ (Online complaint) કરવાની પ્રક્રિયા વિગતવાર સમજાવી જે માટે એક પ્રસ્તુતિ આપવામાં આવી, આ ઉપરાંત ઉપસ્થિત મહિલાઓને તેમના અધિકારો વિશે જાગૃત કરી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

સેમિનારમાં આંગણવાડી વર્કર બહેનોને કામકાજના સ્થળે મહિલાઓ સાથે થતી જાતીય સતામણીના પ્રકારો, તેના પરિણામો અને તેના વિરુદ્ધ કાયદાકીય પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં સંબધિત અધિકારીઓ અને મહિલાઓ ઊપસ્થિત રહયા હતા.

Back to top button
error: Content is protected !!