ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારની શાળાઓ ખાતે સાફ-સફાઇ કરવામાં આવી

આણંદ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારની શાળાઓ ખાતે સાફ-સફાઇ કરવામાં આવી

 

 

 

તાહિર મેમણ : આણંદ – 30/10/2023 – સોમવાર :: “સ્વચ્છતા હી સેવા“ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ હાથ ધરવામાં આવેલ સ્વચ્છતા ઝુંબેશમાં રાજ્યના તમામ જિલ્લાઓ, શહેરો, નગરો, ગામડાઓ, શાળા-કોલેજો, રેલ્વે સ્ટેશન અને બસમથકોએ તેમજ ધાર્મિક સ્થાનો તથા જાહેર સ્થળોએ વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં હાથ ધરાયેલ સફાઈ અભિયાનમાં આણંદ શહેરી વિસ્તારમાં આવેલી નગર શાળાઓ પણ સહભાગી બની રહી છે. આણંદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ સફાઇ કામગીરીમાં શહેરી વિસ્તારના જાહેર સ્થળોની સાથે શાળાઓને પણ સમાવી લેવાઇ છે.

 

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના આહવાનને વધાવીને આણંદ શહેરમાં આવેલી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કન્યા શાળાઓ ખાતે સફાઇ ઝુંબેશ હાથ ધરી સ્વચ્છ ભારત મિશનને અનુલક્ષીને સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન નગરપાલિકાના સફાઇમિત્રોએ શાળાઓના પ્રાંગણમાં તેમજ શાળાની આસપાસ સાફ-સફાઇ કરી સ્વચ્છતા અભિયાનમાં યોગદાન આપવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!