ANANDANAND CITY / TALUKOANKLAV

આણંદ વિદ્યાનગર ખાતે આવેલ “Y/P રેસ્ટોરન્ટ” નો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર

આણંદ વિદ્યાનગર ખાતે આવેલ “Y/P રેસ્ટોરન્ટ” નો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર

 

 

તાહિર મેમણ – આણંદ 25/01/2024- બુધવાર :સ્ટાન્ડર્ડ પનીરના ઉત્પાદન અને વેચાણ કરવા બદલ પેઢીને રૂ. ૨૦,૦૦૦ નો દંડ કરાયો

આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફટી ઓફિસર દ્વારા વલ્લભ વિદ્યાનગરમાં આવેલ “Y/P રેસ્ટોરન્ટ” ખાતેથી પટેલ ધ્રુવ ધર્મેન્દ્રભાઈ પાસેથી સાક્ષીની રૂબરૂમાં “પનીર” (છૂટક) ની ખરીદી કરી જથ્થાના નમુનાનો એક ભાગ ફૂડ એનાલિસ્ટશ્રી, ભુજને મોકલવામાં આવ્યો હતો, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

 

આમ, સબ સ્ટાન્ડર્ડ ખાદ્ય ચીજનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરતા હોવાનું સ્પષ્ટપણે પુરવાર થતું હોય આણંદના એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કરવામાં આવેલ હુકમ મુજબ વલ્લભ વિદ્યાનગરમાં આવેલ “Y/P રેસ્ટોરન્ટ” ના વેન્ડર પેઢીના નોમીની મેતાલીયા યાજ્ઞીક અશોકભાઈને રૂ. ૨૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!