ANANDANAND CITY / TALUKOANKLAV

બોરસદના જનતા બજાર ખાતે આવેલ મહેશ્વરી કિરાણા સ્ટોર્સ” માંથી લીધેલ નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર

બોરસદના જનતા બજાર ખાતે આવેલ મહેશ્વરી કિરાણા સ્ટોર્સ” માંથી લીધેલ નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર

 

પેઢીના માલિકને રૂ. ૧૦,૦૦૦ નો દંડ કરાયો

 

તાહિર મેમણ : આણંદ – 24/01/2024 :

: આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફટી ઓફિસર દ્વારા બોરસદ તાલુકાના જનતા બજાર ખાતે જુગલભાઇ લેખરાજ શાહ પાસેથી સાક્ષીની રૂબરૂમાં “મહેશ્વરી કિરાણા સ્ટોર્સ” થી “તેજા હોટ મરચું પાવડર” (૨૦ કી.ગ્રા., પ્લાસ્ટીક બેગ પેકીંગ)” ની ખરીદી કરી જથ્થાના નમુનાનો એક ભાગ ફૂડ એનાલિસ્ટશ્રી, ભુજને મોકલવામાં આવ્યો હતો, જે મીસ બ્રાન્ડેડ જાહેર થયેલ છે.

 

આમ, મીસ બ્રાન્ડેડ ખાદ્ય ચીજનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરતા હોવાનું સ્પષ્ટપણે પુરવાર થતું હોય આણંદના એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કરવામાં આવેલ હુકમ મુજબ બોરસદ તાલુકાના જનતા બજાર ખાતે આવેલ “મહેશ્વરી કિરાણા સ્ટોર્સ”ના માલિક અશોકભાઇ લેખરાજ શાહને રૂ. ૧૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!