ANANDANAND CITY / TALUKO

આણંદ વોર્ડ નંબર 3 અને 4 માં અયમન નાથાણી સહીત 7 કોંગ્રેસી ઉમેદવાર વિજય.

આણંદ વોર્ડ નંબર 3 અને 4 માં અયમન નાથાણી સહીત 7 કોંગ્રેસી ઉમેદવાર વિજય.

તાહિર મેમણ – આણંદ – 28/04/2026 – 15 મહાનગરપાલિકામાંથી અમદાવાદ,સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર એમ 6 જૂની મહાનગરપાલિકા છે. જ્યારે મહેસાણા, સુરેન્દ્રનગર, આણંદ, મોરબી, નડિયાદ, વાપી, નવસારી, પોરબંદર અને ગાંધીધામ એમ 9 નવી મહાનગરપાલિકા છે. જ્યાં પહેલી વખત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાય અને આજે તેનું પરિણામ આવી ગયું છે .

 

આણંદ મહાનગર પાલિકા માં BJP નો વિજય થયો છે પરંતુ વોર્ડ નંબર 3 માં અને 4 માં બીજેપી નો જાદુ ચાલ્યો નથી 8 માંથી 7 માં કોંગ્રેસ અને 1 માં અપક્ષ ઉમેદવાર નો વિજય થયો છે.આણંદ વોર્ડ નંબર 3 અને 4 માં અયમન નાથાણી સહીત 7 કોંગ્રેસી ઉમેદવાર વિજય.થયાં છે

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં તારીખ 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું.જેની મતગણતરી શરૂ થઈ છે. રાજ્યમાં મુખ્ય ત્રણ પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની હરીફાઈ છે. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી સેમીફાઈનલ તરીકે મનાય છે.

Back to top button
error: Content is protected !!