ANANDANAND CITY / TALUKO

એન.સી.સી. ગુજરાત દ્વારા યોજાયેલ સાયકલ રેલીનું ભાદરણ ખાતે ઉમળકાભેર સ્વાગત

આણંદસોમવાર :: એન.સી.સી.ના ગૌરવપૂર્ણ ૭૫ વર્ષો પુરા થવા નિમિત્તે સાબરમતી આશ્રમઅમદાવાદથી દાંડી સુધી આરંભાયેલ સાયકલ રેલીનુ આજે ત્રીજા દિવસે ભાદરણ ખાતે આગમન થયુ હતુ.

એન.સી.સી. ગુજરાત દ્વારા “આત્મનિર્ભર ભારત કી ઓર” થીમ આધારિત “આત્મ નિર્ભર ભારત કા સફર સ્વાવલંબન કી ઓર” શીર્ષકને ચરિતાર્થ કરવા સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીનું આયોજન  કરવામાં આવ્યું છેજે અંતર્ગત આ સાયકલ રેલીનું ભાદરણ આર્ટસ અને સાયન્સ કોલેજ ખાતે આવી પહોંચતા સાયકલ સવાર સાહસિકોનું આશ્રમ વાસીઓ તથા ભાદરણ કોલેજ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અમૂલ ડેરીના વાઇસ ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહ પરમારે આત્મનિર્ભરતા‘ નું અમૂલથી શ્રેષ્ઠ ઉદાહરણ કોઈ નથી. એન.સી.સી. ની જેમ અમૂલ પણ ૭૫ વર્ષ પૂર્ણ થયાંની ઉજવણી કરી રહ્યું છે. કોઈ પણ ક્ષેત્રે મહેનતધીરજલાંબા સમયનું આયોજન અને  સમયાંતરે તેની સમીક્ષા કરતા રહીએ તો સફળતા ચોક્કસ મળતું હોવાનું જણાવ્યું હતું.

શ્રી રાજેન્દ્રસિંહ પરમારે આ સાયકલ રેલીને સ્વાગત – આવકાર બાદ ઝંડી બતાવીને ભાદરણથી આગળની યાત્રા માટે પ્રસ્થાન કરાવ્યુ હતુ.

આ પ્રસંગે એન.સી.સી વલ્લભ વિદ્યાનગર ડેપ્યુટી ગૃપ કમાન્ડર કર્નલ સુદીપ સિંઘબટાલિયન કમાન્ડ અધિકારીશ્રીઓએસોસિયેટ એન. સી. સી.અધિકારી લેફ્ટનેન્ટ હિતેશ પરમારપી.આઇ. સ્ટાફ, કેડેટોભાદરણના સરપંચ શ્રી ઉદયભાઈ પટેલ, ભાદરણ આર્ટસ અને સાયન્સ કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો. આર. જી. પટેલકોલેજ સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!