આણંદ પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા સુધાર માટેનો સેતું: “પોષણ સેતુ”

આણંદ પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા સુધાર માટેનો સેતું: “પોષણ સેતુ”

તાહિર મેમણ – 19/04/2025 – આણંદ – જિલ્લા “પોષણ સેતુ” પ્રોજેકટનું લોકાર્પણ કર્યું જિલ્લામાં કુપોષણ ઘટાડવા અને જાહેર આરોગ્ય, પોષણ સ્તર અને સુખાકારી વધારવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલ “પોષણ સેતુ” પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
“પોષણ સેતુ” પ્રોજેકટ અંતર્ગત આઈ.સી.ડી.એસ.ના લાભાર્થીઓ જેવા કે ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતા, કિશોરીઓ વગેરેમાં કુપોષણને ઘટાડવા“ સ્વાસ્થ્ય સખી/મિત્ર” ગ્રૂપ દ્વારા લાભાર્થીઓ સાથે સઘન જોડાણ પ્રસ્થાપિત કરી “દર મંગળવારે આપશે મંગળ સમાચાર”ની થીમ પર ગ્રામજનો તથા લાભાર્થીઓ સાથે પોષણ તથા આરોગ્ય અને પોષણલક્ષી સંપરામર્શન કરવામાં આવશે.
“પોષણ સેતુ” પ્રોજેકટના લોકાર્પણ પ્રસંગે સાંસદ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ , જિલ્લા વિકાસ અધિકારીસુ દેવાહુતિ,ધારાસભ્ય સર્વે અમિતભાઈ ચાવડા,કમલેશભાઈ પટેલ, નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઇ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક શ્રી જે.વી. દેસાઇ, જિલ્લા પંચાયતના મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિના ચેરમેન નીતાબેન સોલંકી, પ્રોગ્રામ ઓફિસર સહીત જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





