ANANDANAND CITY / TALUKOANKLAV

આણંદ વિદ્યાનગર પેટ્રોલ છાંટીને બાઈક ફૂંકી માર્યું પોલીસ ફરિયાદ નોંધાય.

આણંદ વિદ્યાનગર પેટ્રોલ છાંટીને બાઈક ફૂંકી માર્યું પોલીસ ફરિયાદ નોંધાય.

 

તાહિર મેમણ : આંણદ -13/01/2024- આણંદ જિલ્લા ના વિદ્યાનગર પેટ્રોલ છાંટીને બાઈક ફૂંકી માર્યું પોલીસ ફરિયાદ નોંધાય સ્થિત મહાદેવ એરિયા ખાડા વિસ્તારમાં અગાઉના ઝઘડાની રીસ રાખીને એક શખસે યુવકના બાઈક પર પેટ્રોલ છાંટીને બાઈક ફૂંકી માર્યું હતું. જે અંગે યુવક વિરૂદ્ધ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાનગર સ્થિત મહાદેવ એરીયા ખાડા વિસ્તારમાં 42 વર્ષીય મીનાબેન બુધાભાઈ ચૌહાણ પોતાના ત્રણ સંતાન, એક દીકરી-બે દીકરા સહિતના પરિવાર સાથે રહે છે. મીનાબેને તેમને પુત્રને વપરાશ માટે બાઈક લઈ આપ્યું છે. જે તેમનો પુત્ર પોતાના તેમજ ઘરના કામકાજ માટે ઉપયોગ કરે છે.ગુરૂવારે રાત્રે વિસ્તારમાં રહેતા અરૂણ સુરેશ વસાવા સાથે મીનાબેનના પુત્ર સાહિલને માથાકુટ થઈ હતી. તેમને અગાઉ પણ ઝઘડા થતા હતા. જેની રીસ રાખીને રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ અરૂણ વસાવાએ પેટ્રોલ લાવી તેમના બાઈક પર પેટ્રોલ છાંટી બાઈક સળગાવી દઈ રૂપિયા 50 હજારનું નુકસાન કર્યું હતું. આ અંગેની જાણ તેમને સવારમાં થતાં મીનાબેન વસાવાએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં અરૂણ વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!