ANANDBORSAD

શ્રી આર. પી. અનડા કોલેજ ઓફ એજ્યુકેશન, બોરસદમાં સાઇબર ક્રાઇમ જાગૃતિ વિષયક કાર્યક્રમ યોજાયો

આણંદ જિલ્લાના બોરસદ ગામે તા. 14 સપ્ટેમ્બર, 2023 ગુરુવારે શ્રી આર. પી. અનડા કોલેજ ઓફ એજ્યુકેશન, બોરસદમાં સાઇબર ક્રાઇમ જાગૃતિ વિષયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બોરસદ તાલુકા રૂરલ બ્રાન્ચના પી.આઈ શ્રી. એલ. ડી ગમારા સાહેબ, પી.એસ.આઇ શ્રી આર.એમ. ચૌહાણ સાહેબ તથા મુખ્ય વક્તા તરીકે સાયબર ક્રાઇમ આણંદ જિલ્લાના એ. એસ. આઇ શ્રી મુસ્તગીર મલેક સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આજના ટેકનોલોજીના યુગમાં થતા સાયબર ક્રાઇમ અને તેનાથી બચવાના ઉપાયો બતાવ્યા હતા. ફિશિંગ, ડેટા હેકિંગ, બુલિંગ, ચાઈલ્ડ પોનોગ્રાફી, ઈમેલ દ્વારા બોમ્બિંગ, સ્ક્રીન શેરિંગ એપ દ્વારા મોબાઈલનું એક્સેસ મેળવી લેવું, ઓટીપી મેળવવાના અલગ અલગ રસ્તા, જોબ ફોડ અને ફાઇનાન્સિયલ ફોડ જેવી બાબતોના ભોગ કેવી રીતે બની જવાય તેની સદ્રષ્ટાંત સમજૂતી આપી તથા તકેદારીના પગલાં પણ સૂચવ્યા. ટુ સ્ટેપ વેરિફિકેશન તથા મોબાઈલ ડેટાને સુરક્ષિત કેવી રીતે રાખવો તે પણ સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતિમ ચરણમાં પ્રશ્નોત્તરી માટે સમય ફાળવવામાં આવ્યો હતો. જેમાં, વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિ અને તકેદારીના પગલાં વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી. આ સાથે તમામ વિદ્યાર્થીઓને આ સાવચેતીનો પ્રચાર પ્રસાર કરવા તથા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 વિશે જણાવી, સંદેશનો શક્ય તેટલો ફેલાવો કરવા તેમજ સાયબર ક્રાઇમ થતા અટકાવવામાં મદદરૂપ થવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે ઓડ બી.એડ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જયેશભાઈ સાનિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. જે. કે, તલાટીએ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી અભિવાદન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાપિકા ડૉ. રાંભીબેન બાપોદરા દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!