ANANDBORSAD

શ્રી આર.પી.અનડા, બોરસદ બી.ઍડ્. કૉલેજમાં હિન્દી દિવસની ઉજવણી કરાય

આણંદ જિલ્લાના તાલુકા બોરસદ ખાતે શ્રી આર.પી. અનડા કૉલેજ ઑફ એજ્યુકેશન , બોરસદમાં રાષ્ટ્રભાષા હિન્દી દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી. હિન્દી દિવસની ઉજવણી નાં ભાગરુપે ભારતીય સ્ટેટ બેંક,બોરસદ શાખાના સહયોગથી ” આત્મનિર્ભર ભારત મેં હિન્દી કા યોગદાન ” વિષય ઉપર વક્તૃત્વ સ્પર્ધા તથા કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભમાં ઓડ, બી.ઍડ્. કૉલેજનાં આચાર્ય ડૉ.જયેશભાઈ સાનિયાની પ્રેરક હાજરી રહી હતી.કૉલેજનાં પ્રિન્સીપાલ ડૉ. જે.કે.તલાટીએ મહેમાનશ્રીઓનું સ્વાગત કરી, પરિચય આપ્યો હતો.બાદ હિન્દી વિષયના વિભાગ અધ્યક્ષ ડૉ. મનોજભાઈ તલાજિયાએ પ્રાસંગિક ઉદ્ બોધનમાં રાષ્ટ્રભાષા હિન્દીનું મહત્ત્વ દર્શાવી, કાવ્ય પઠન કર્યું હતું. કૉલેજનાં પ્રશિક્ષણાર્થીઓએ રાષ્ટ્રભાષા હિન્દીનું મહત્ત્વ દર્શાવ્યું હતું અને વક્તૃત્વસ્પર્ધા તથા કાવ્ય પઠન સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધા બાદ, ભારતીય સ્ટેટ બેંક બોરસદ શાખાનાં મેનેજરશ્રી શિબુ શંકર મિશ્રાજીએ પ્રાસંગિક ઉદબોધનમાં રાષ્ટ્રકવિ મૈથિલી શરણ ગુપ્તની પ્રેરણાદાયી કવિતાનું પઠન કર્યું હતું અને વિજેતા સ્પર્ધકો તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યાં હતાં.વક્તૃત્વ સ્પર્ધા તથા કાવ્ય પઠન સ્પર્ધાના વિજેતાઓને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બોરસદ શાખા તરફથી રોકડ ઈનામ આપવામાં આવ્યાં હતાં.કૉલેજનાં અધ્યાપકશ્રીઓએ બંન્ને સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી.કાર્યક્રમના અંતે કૉલેજના અધ્યાપક ડૉ.રાંભીબેન બાપોદરાએ પ્રસંગોચિત કાવ્ય પઠન કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!