ANANDANAND CITY / TALUKO

વિદ્યાનગર નગરપાલિકા ના બાબુઓ પોતાનો સામાન ટ્રાન્સફર કરવા કરે છે પાલિકા ના વિહ્કલ નો ઉપયોગ?

વિદ્યાનગર નગરપાલિકા ના બાબુઓ પોતાનો સામાન ટ્રાન્સફર કરવા કરે છે પાલિકા ના વિહ્કલ નો ઉપયોગ?

તાહિર મેમણ :આણંદ – 28/07/2024- વિદ્યાનગર નગરપાલિકા ના બાબુઓ પોતાનો સામાન ટ્રાન્સફર કરવા કરે છે પાલિકા ના વિહ્કલ નો ઉપયોગ? આણંદ જિલ્લા ના વિદ્યાનગર નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી દેવગઢબારિયા ખાતે થઇ હતી. જેથી પાલિકાના ચીફઓફિસર સત્તાનો દૂર ઉપયોગ કરીને ઘરવખરીનો માલસામન પાલિકાના ટેમ્પામાં દેવગઢબારિયા ખાતે લઇ જતાં ચર્ચાનો વિષય બન્યો છે. સરકારી નિયમ પ્રમાણે પાલિકાના વાહનનો ઉપયોગ પાલિકાની હદમાં અધિકારી પાલિકાના કામ માટે કરી શકે છે.

કોઇ અંગત કામ માટે પાલિકાના વાહનોનો ઉપયોગમાં લઇ શક્તા નથી. ચીફ ઓફિસર સરકારી નિયમથી વાકેફ હોવા છતાં પણ વિદ્યાનગરથી 110 કિમી દૂર બદલીના સ્થળ એવા દેવગઢબારિયા ખાતે પાલિકાના વાહનમાં માલસામાન લઇ જતાં અનેક તર્ક વિર્તક થઇ રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિદ્યાનગર ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામાંની તાજેતરમાં દેવગઢબારિયા ખાતે બદલી થઇ હતી. તેમની જગ્યાએ સોજિત્રાના ચીફ ઓફિસર તરીકે મુકવામાં આવ્યાં હતાં. ચીફ ઓફસરે પોતાના ઘરના માલસામાન દેવગઢબારિયા ખાતે લઇ જવા માટે વિદ્યાનગર પાલિકાના ટેમ્પાનો ઉપયોગ કર્યો હતો. જેનો વિડિયો વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Back to top button
error: Content is protected !!