ANANDANAND CITY / TALUKO

નર્મદા જિલ્લા માં ચાલ્યો ચેતર વસાવા નો જાદુ – જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત પર આપ નો વિજય 

નર્મદા જિલ્લા માં ચાલ્યો ચેતર વસાવા નો જાદુ – જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત પર આપ નો વિજય

તાહિર મેમણ – ડેડીયાપાડા -: 29/04/2026 – નર્મદા જિલ્લા માં ચાલ્યો ચેતર વસાવા નો જાદુ – જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત પર આપ નો વિજય ડેડિયાપાડા, સાગબારા, ચીકદા અને ગરૂડેશ્વર તાલુકા પંચાયત માં આપનો વિજય થયો છે નર્મદા જયારે ભારતીય જનતા પાર્ટી ને ફક્ત નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતોમાં જ જીત મળી છે જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતોની ચૂંટણી માટેની મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સંબંધિત તાલુકાઓમાં હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના અંતે, આમ આદમી પાર્ટી (AAP) એ નર્મદા જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી 15 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે.

 

નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકોમાંથી, AAP એ જાવલી, ખોપી, ચીકદા, આંબાવાડી, મંડાળા, ડેડીયાપાડા-1, ડેડીયાપાડા-2, ગરૂડેશ્વર, નઘાતપોર, કેવડીયા, ખડગદા, મોરજડી, માલ સામોટ, સેલંબા અને સાગબારા બેઠકો પર વિજય મેળવ્યો છે. ભાજપે આમલેથા, પ્રતાપનગર, ભદામ, વડિયા, તિલકવાડા, દેવલીયા અને અગર બેઠકો જીતી છે.

 

ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં નર્મદા જિલ્લા પંચાયત સહિત તમામ તાલુકા પંચાયતો ભાજપના કબ્જામાં હતી. આ વખતે આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત તેમજ ડેડિયાપાડા, સાગબારા, ચીકદા અને ગરૂડેશ્વર તાલુકા પંચાયતો ભાજપ પાસેથી આંચકી લીધી છે.

Back to top button
error: Content is protected !!