GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા તા.૨૪ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકાશે

તા.૩૧/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે વિવિધ કેટેગરીમાં રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો આપવામા આવે છે. દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો www.talimrojgar.gujarat.gov.in થી અથવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી-રાજકોટ માંથી વિનામૂલ્યે મળી શકાશે. તા.૨૪ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકાશે.

વિવિધ કેટેગરી પૈકી શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ / સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યકિતઓને નોકરી અપાવવા કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સ પારિતોષિક માટે અરજી કરી શકશે.

અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, દિવ્યાંગતા દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઈઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવાના રહેશે.

નોકરી દાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો અચૂક સામેલ કરવા. ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં સંબંધિત મદદનીશ નિયામક(રોજગાર) કચેરી-રાજકોટને મોડામાં મોડા તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલવા, અધૂરી વિગત વાળી/નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહી.

વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી-રાજકોટ. પ્રથમ માળ, બ્લોક નં. ૩, બહુમાળી ભવન રેસ્કોર્ષ સામે, રાજકોટ ફોન નં.૦૨૮૧-૨૪૪૦૪૧૯ નો સંપર્ક કરવા મદદનીશ નિયામક રોજગાર દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!