
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – હાઈવે હોટલોમાં તપાસનો ધમધમાટ – શામળાજી હાઈવે પર 10 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 6 ખાદ્ય નમૂના લેવાયા
અરવલ્લી જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાઈવે પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
બી.એમ. ગણવા, D.O. અરવલ્લીના માર્ગદર્શન હેઠળ તા. 21 ઓગસ્ટ, 2026ના રોજ અરવલ્લી જિલ્લાના શામળાજી હાઈવે પર આવેલી કુલ 10 હોટલ અને રેસ્ટોરન્ટમાં સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર ઉષ્મા દરજી દ્વારા ઇન્સ્પેક્શન તથા સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન હોટલ-રેસ્ટોરન્ટમાંથી તૈયાર ખોરાકના કુલ 6 સર્વેલન્સ સેમ્પલ લેવામાં આવ્યા હતા. લેવામાં આવેલા તમામ નમૂનાઓને પરીક્ષણ માટે ગુજરાત રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. લેબોરેટરીના પરીક્ષણના પરિણામો પ્રાપ્ત થયા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.તપાસ દરમિયાન બિનઆરોગ્યપ્રદ જણાતી અંદાજિત 15 કિલોગ્રામ જેટલી ખાદ્યચીજવસ્તુઓનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.ખાદ્યચીજોની ગુણવત્તા, સ્વચ્છતા અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીને પગલે હાઈવે પર ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોમાં પણ ચકચાર જોવા મળી હતી.





