
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : એક બાજુ કુદરતી આફત તો બીજી બાજુ ખાતરની લાઈનો માં ખેડૂતો,મેઘરજમાં ફરી એકવાર જોવા મળી ખાતર માટે લાંબી લાઇનો
ખેડૂત માટે કુદરત રૂઠી હોય તેવો ઘાટ હવે જોવા મળી રહ્યો છે જેમા શિયાળામાં પણ હવે વરસાદે ખેડૂતોની દૂબળી દશા ઊભી કરી છે અને જાણે કે માથે આભ તૂટી પડ્યું હોય તેવો ઘાટ છે ખેડૂતોનો .ખેતરમાં રહેલો પાક પલળી ગયો અને નુકશાન વેઠવાનો વાળો આવ્યો છે સતત ખેડૂત મુશ્કેલીમાં મૂકાતો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ ખેડૂતો ખાતર માટે લાઇનોમાં ઊભા જોવા મળી રહ્યા છે તેવા દ્રશ્યો હવે સોશિયલ મીડિયામાં જોવા મળતા જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો હોય તેવો ઘાટ છે. મેઘરજ શહેરમાં પાકની સિઝનના સમયમાં ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગતી હોય છે તેવી પરિસ્થિતિ વારંવાર સર્જાતી મેઘરજ ની અંદર જોવા મળે છે ત્યારે ફરી એકવાર મેઘરજ શહેરમાં ખાસ કરીને શિયાળા પાકની શુભ શરૂઆતમાં જ ખેડૂતો ફરીથી ખાતર માટે વલખા મારતા હોય તેવા દ્રશ્યો કેદ થયા છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તંત્ર સામે રોષ ઠાલવ્યો છે વારંવાર ખાતર માટે ઉભી થતી લાઈનોને લઈને અનેક પ્રશ્નો ઊભા થાય છે ત્યારે જવાબદાર તંત્ર આ બાબતે કેમ ચૂપ છે એ પણ એક સવાલ છે મેઘરજ શહેરની અંદર વારંવાર ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે અને મસ મોટી લાઈનો જોવા મળી રહી છે માત્ર મેઘરજ તાલુકામાં જ આવી પરિસ્થિતિનું નિર્માણ કેમ..? મોટા માથાના નેતાઓ પણ મેઘરજ તાલુકામાં છે છતા મેઘરજ તાલુકાની પરિસ્થિતિનું નિર્માણ કેમ આવું તેવા અનેક સવાલો ઉભા થયા છે. ખેડૂતો પણ હવે કંટાળ્યા છે અને વારંવાર આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે છતાં ખાતર બાબતે કોઈપણ પ્રકારનો હકારાત્મક નિર્ણય લેવામાં ન આવતો હોય તેવા પણ ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે. વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઉભા હતા અને અંદાજે 500થી વધુ ખેડૂતો ખાતર માટે લાઈનમાં જોડાયા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થતા હવે તંત્ર સામે પણ સવાલો ઊભા થયા છે કે ખાતરની અછત કે પછી ખાતરનો અપૂરતો સ્ટોક..?




