અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં એક ક્લાસવન સુપરકલાસ વન અધિકારીને ઉંઠા ભણાવે છે અને સુપર કલાસવન પછી રજુઆર્થીઓ ને ઉંઠા ભણાવતા હોવાના આક્ષેપો ઉઠ્યા !
અરવલ્લી જિલ્લામાં કાયમી ઉચ્ય અધિકારી ના હોવાને લઈ ચાર્જ સંભાળતા અધિકારીઓ હોતી હે,ચલતી હે ની નીતિ અપનાવી રહ્યા હોવાની રાવ ઉઠી છે.અરવલ્લી જીલ્લા પંચાયત હસ્તક સહિતના વિભાગોમાં ભ્રષ્ટાચાર અને અધિકારીઓની તાનાશાઈ એ હદ વટાવી છે,અધિકારીઓ જાણે પોતાના પિતૃ શ્રી ની કચેરી હોય એવું વર્તન કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.રોફ જમાવતા અધિકારીઓ જિલ્લાના ભૂતકાળને યાદ કરજો,અરવલ્લીમાં અનેક સુપર ક્લાસવન સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઇલું ઇલું અને લાંચ રૂશ્વત વિરોધી કેસમાં જેલવાસ ભોગવી ચુક્યા છે.આવા ભ્રષ્ટ બાબુઓ ના કારણે સરકારની છબી ખરડાતી જાય છે,લોકો ની સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્ર તદ્દન નિષ્ફળ સાબિત રહ્યું છે.અધિકરીઓ રાજયકક્ષાના મંત્રી અને પદાધિકારીઓનું સાંભળતા ના હોય તો અન્યની શુ વાત કરવાની,અરવલ્લી જિલ્લામાં કથિત નકલી કચેરી હોય કે માર્ગ અને મકાન વીભાગમાં JCBના નામે અન્ય વાહનોના નંબર દર્શાવી કોમ્ભાંડ આચારવાનો મામલો કેમ ના હોય,એક બીજાની મિલી ભગતથી અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરી સરકારને અને પ્રજાને નુકશાન પહોંચાડી રહ્યા છે.એટલે જ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતા એનો જવાબ આપશે તો નવાઈ નહિ.