ARAVALLIMODASA

અરવલ્લીમાં એગ્રો વેપારીઓની એક દિવસીય હડતાળ, ખેડૂતોને પડી હાલાકી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં એગ્રો વેપારીઓની એક દિવસીય હડતાળ, ખેડૂતોને પડી હાલાકી

અરવલ્લી જિલ્લામાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા વેપારીઓએ 27 એપ્રિલે એક દિવસીય હડતાળ પાડી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભારત બંધના એલાનને સમર્થન આપતા જિલ્લાના ખાતર, બિયારણ અને કૃષિ દવાઓના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી, જેના કારણે ખેડૂતોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો

મોડાસા સ્થિત એગ્રી ઇનપુટ એસોસિએશન અરવલ્લી દ્વારા આ હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું હતું. વેપારીઓએ મુખ્યત્વે ત્રણ મુદ્દાઓને લઈને પોતાની માંગણીઓ રજૂ કરી છે. પ્રથમ માંગ મુજબ યુરિયા અને DAP જેવા સબસિડીયુક્ત ખાતર સાથે બિનજરૂરી ઉત્પાદનોને જબરજસ્તી ટેગિંગ કરવાની પ્રથાને બંધ કરી પારદર્શિતા લાવવાની માંગ કરવામાં આવી છે.બીજી તરફ ખાતર, બિયારણ અને કૃષિ દવાઓના સેમ્પલ ફેલ થવાના કેસમાં જવાબદારી ડીલર પર મૂકવાની બદલે સંબંધિત મેન્યુફેક્ચરિંગ કંપની પર નક્કી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ઉપરાંત ડીલર માર્જિનમાં વધારો કરવાની સાથે તમામ ખાતરોનો સપ્લાય વેપારીઓના દુકાન સુધી FOR ડિલિવરી આધારે ફરજિયાત કરવાની પણ માંગ કરવામાં આવી છે.આ મુદ્દાઓને લઈને અરવલ્લી જિલ્લા એગ્રો ઇનપુટ એસોસિએશનના આગેવાનો અને વેપારીઓએ ભારત બંધમાં સહભાગી બની પ્રતિકાત્મક રીતે દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!