ARAVALLIMODASA

મોડાસા – અપહરણ અને બળાત્કારના ગંભીર ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

અરવલ્લી

હિતેન્દ્ર પટેલ

મોડાસા – અપહરણ અને બળાત્કારના ગંભીર ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન તથા ઇસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને મોડાસા ટાઉન પોલીસની ટીમે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે.

પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જના વિરેન્દ્રસિંહ યાદવ, અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.તે અંતર્ગત મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે શ્યામસુંદર કોમ્પ્લેક્સ નજીકથી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો.પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ ભાવેશભાઈ કાળાભાઈ ફનાત (ઉ.વ. ૨૭), રહેવાસી ગેસુકાવાંગા, તા. ગામડી, જિ. ડુંગરપુર (રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે આરોપી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ગુના નં. 11188009220518/2022 હેઠળ આઈપીસી કલમ 363, 366, 376(2)(એન) તેમજ પોક્સો એક્ટની કલમ 4, 6, 8, 12, 17 અને ઇસરી પોલીસ સ્ટેશનના ગુના નં. 11188005220365/2022 હેઠળ આઈપીસી કલમ 363, 366 તથા પોક્સો એક્ટ કલમ 12 મુજબના ગુનાઓમાં છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો.આરોપીએ પોતે ફરાર હોવાની કબૂલાત કરતા મોડાસા ટાઉન પોલીસે તેને કાયદેસરની કાર્યવાહી હેઠળ અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!