
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – તાલુકામાં વિવિધ જગ્યાએ કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ સહિત આંગણવાડીના બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
સમગ્ર ગુજરાતમાં હાલ ત્રિ દિવસીય કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી થવા જઈ રહી છે સાથે આંગણવાડી બાળકોના પ્રવેશોત્સવની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર આ પ્રવેશોત્સવની ઉજવણી શરૂ થઈ છે 23,24,25 જૂન ત્રી દિવસીય પ્રવેશોત્સવમાં પ્રથમ દિવસે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો

મેઘરજ તાલુકાની અંદર પ્રવેશોત્સવમાં પ્રથમ દિવસે વિવિધ શાળાઓ તેમજ આગળવાડી ની અંદર બાળકોના પ્રવેશોની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકાની અંદર લાખાપુર તેમજ કાલીયાકુવા પ્રાથમિક શાળા ખાતે બાળકોના પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી . કાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે મેઘરજ ફોરેસ્ટ વિભાગના આર એફ ઓ એ સી રાઠોડ તેમજ વાઘપુર કો ઓડિનેટર સીઆરસી ભાવેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ લાખાપુર શાળામાં કાર્યક્રમ યોજાયો હતો જ્યાં બાલવાટિકા પ્રવેશ મેળવનાર તેમજ લાખાપુર આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને આંગણવાડી ની કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો .ત્યાર બાદ કાલિયાકૂવા પ્રાથમિક શાળામાં પણ પ્રવેશોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી કાલીયાકુવા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને તેમજ કાલિયાકૂવા આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો






