ARAVALLIMODASA

અરવલ્લી  –  અમલાઇ શાળામાં નશામાં ધુત શિક્ષક, ફરી સર્જાયો શરમજનક બનાવ – 112 શાળામા પહોંચી શિક્ષક ઝડપાયો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી  –  અમલાઇ શાળામાં નશામાં ધુત શિક્ષક, ફરી સર્જાયો શરમજનક બનાવ – 112 શાળામા પહોંચી શિક્ષક ઝડપાયો

અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપતી સરકારી શાળામાં ફરી એકવાર શરમજનક ઘટના સામે આવી છે. મોડાસા તાલુકાની અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક યશવંતકુમાર મોહનલાલ કડિયા શાળા સમય દરમિયાન નશાની હાલતમાં મળ્યા હોવાનું સામે આવ્યું છે

મળતી માહિતી મુજબ, ધોરણ-1ના નાના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાની જવાબદારી ધરાવતા આ શિક્ષક વર્ગખંડમાં ખુરશી પર નશામાં લથડી પડેલા હાલતમાં જોવા મળ્યા હતા. આ દૃશ્ય જોઈને અન્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો.મહત્વનું એ છે કે, આ પહેલો બનાવ નથી. અંદાજે ચાર મહિના અગાઉ પણ આ જ શિક્ષક નશાની હાલતમાં શાળામાં આવતાં ગ્રામજનો અને શિક્ષકોએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી, ત્યારબાદ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

ફરી એકવાર 21 એપ્રિલની સવારે શિક્ષક નશાની હાલતમાં શાળામાં આવતા, શાળાની જવાબદાર શિક્ષિકા ભાવનાબેને તરત જ ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી. જાણ મળતાં જ 112 પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને વર્ગખંડમાંથી નશામાં ધુત હાલતમાં શિક્ષકની અટકાયત કરી હતી.પોલીસ દ્વારા શિક્ષકને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવી બ્લડ સેમ્પલ સહિતની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ યશવંતકુમાર કડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે.ગત 20 જાન્યુઆરી 2026ના રોજ પણ આ શિક્ષક નશાની હાલતમાં ઝડપાયા હોવા છતાં ફરી આવી ઘટના બનતા અનેક સવાલો ઊભા થયા છે. હવે જોવાનું રહ્યું કે જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગ આ મામલે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરે છે કે નહીં, કે પછી મામલો ફરી દબાઈ જશે.બાળકોના ભવિષ્ય સાથેનો આ રમખાણ, જવાબદારો સામે કડક કાર્યવાહી જરૂરી છે.

Back to top button
error: Content is protected !!