ARAVALLIBHILODAMODASA

અરવલ્લી : ભિલોડા વિસ્તારમાં SMC ની મોટી કાર્યવાહી, ફોર્ચુનર ગાડીમાં થી દારૂ ઝડપાયો 30.98 લાખનો મુદ્દામાલ જપ્ત – ગાડીમાં રજીસ્ટ્રેશન વારી 4 નંબર પ્લેટ મળી આવી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ભિલોડા વિસ્તારમાં SMC ની મોટી કાર્યવાહી, ફોર્ચુનર ગાડીમાં થી દારૂ ઝડપાયો 30.98 લાખનો મુદ્દામાલ જપ્ત – ગાડીમાં રજીસ્ટ્રેશન વારી 4 નંબર પ્લેટ મળી આવી

અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધરાસણ ગામની સીમમાં રાજસ્થાન બોર્ડર નજીક ઝાંઝરી બોર્ડર તરફ જતા પાલ્લા રોડ પરથી દારૂ ભરેલી ફોર્ચુનર કાર ઝડપી પાડવામાં આવી હતી.

બાતમીના આધારે એસએમસીની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન નંબર પ્લેટ વગરની ફોર્ચુનર કારને અટકાવી તપાસ હાથ ધરતા કારમાંથી વિદેશી દારૂ તેમજ બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલા દારૂ અને બિયરના જથ્થાની કિંમત અંદાજે રૂ. 10.88 લાખ હોવાનું સામે આવ્યું છે.

કારની વધુ તપાસ દરમિયાન વાહનની અંદરથી વિવિધ રજીસ્ટ્રેશન નંબર ધરાવતી ચાર નંબર પ્લેટ પણ મળી આવી હતી. જેના કારણે દારૂની હેરાફેરી માટે વાહનની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નંબર વગરની ફોર્ચુનર કાર સહિત કુલ રૂ. 30.98 લાખનો મુદ્દામાલ એસએમસી દ્વારા કબજે કરવામાં આવ્યો છે.અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂની હેરાફેરી સામે સતત દરોડા અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી બાદ દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર મામલે એસએમસી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!