અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
*દાવલી હાઈસ્કુલમાં ઉજવણી ઉલ્લાસ ભણી અંતર્ગત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો…*
અરવલ્લી જિલ્લાની મોડાસા તાલુકાની ભારતીય વિદ્યામંદિર દાવલી હાઈસ્કુલમાં ઉજવણી ઉલ્લાસ ભણી અંતર્ગત જિલ્લા વિકાસ એજન્સીના નિયામક આર.એન.કુચારા સાહેબના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ યોજાયો..
શાળાના આચાર્ય નરેશ પ્રજાપતિએ પોતાના પ્રાસંગિક પ્રવચન અને શાબ્દિક સ્વાગતમાં શાળાની અભૂતપૂર્વ સિદ્ધિઓ વર્ણવી જણાવ્યું હતું કે સમાજ અને રાષ્ટ્રના આમૂલ પરિવર્તન માટે શિક્ષણ અનિવાર્ય છે શિક્ષણ રૂપી શસ્ત્રનો ઉપયોગ કરી સમગ્ર વિશ્વને સકારાત્મક દૃષ્ટિએ બદલી શકાય છે. તેમજ મહેમાનઓનું પુસ્તક તેમજ પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું…
આ પ્રસંગે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવમાં લાઈઝન અધિકારી તરીકે કુંદનબેન રાઠોડ (સી.આર.સી sardoi) તેમજ દાવલી ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ શિલ્પાબેન સુતરીયા તથા શાળા માટે સમર્પિત ઉત્સાહી અને યુવા દાતા ધવલભાઈ વ્યાસ તાલુકા પંચાયત સદસ્ય ડાયાભાઈ સુતરીયા તલાટી કમ મંત્રી તથા ગામ અગ્રણી રાજેન્દ્રસિંહ પુવાર,પ્રવીણભાઈ રાજ, ગણપતભાઈ પંડ્યા, આશિષભાઈ, કમલેશભાઈ વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.મહેમાનઓના હસ્તે શાળામાં પ્રવેશ મેળવનાર 47 વિદ્યાર્થીઓને તત્સત ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ, તથા પદરજ ફાઉન્ડેશન અમદાવાદ અને ONGC દ્વારા પ્રાપ્ત થયેલ વિવિધ શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.શાળાનું માર્ચ 2025 નું 100 ટકા પરિણામ અને શાળામાં ઉત્તમ શિક્ષણ સાથે વિદ્યાર્થી ચારિત્ર નિર્માણના શ્રેષ્ઠ પ્રયાસોને સૌ કોઈ મહેમાનોએ બિરદાવ્યા હતા.પ્રવેશોત્સવના અધ્યક્ષ આર. એન.કુચારા સાહેબ, લાઈઝન અધિકારી કુંદનબેન રાઠોડ, નવનિયુક્ત સરપંચશ્રી શિલ્પાબેન સુતરીયા તથા રાજેન્દ્રસિંહ પુવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે પોતાના વક્તવ્યમાં આહવાન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું શ્રેષ્ઠ સંચાલન શાળાની ધોરણ નવની વિદ્યાર્થીની આરતી નીનામા અને ધોરણ દસની વિદ્યાર્થીની પાયલ વણઝારા દ્વારા કરવામાં આવ્યું હતું….
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક મેહુલભાઈ સુવેરા તથા પ્રવિણસિંહ રાઠોડ તેમજ તમામ વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવા બદલ શાળાના આચાર્ય નરેશ પ્રજાપતિએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.