ARAVALLIBHILODA

ભિલોડા :શિક્ષકના ટોર્ચરથી વિધાર્થીએ આપઘાત કર્યાના આક્ષેપો, પ્રેરણા હાઈસ્કૂલ ના 500 જેટલા વિધાર્થીઓ એ પોલીસ સ્ટેશન ખાતે ન્યાય માટે કર્યો હોબાળો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડા :શિક્ષકના ટોર્ચરથી વિધાર્થીએ આપઘાત કર્યાના આક્ષેપો, પ્રેરણા હાઈસ્કૂલ ના 500 જેટલા વિધાર્થીઓ એ પોલીસ સ્ટેશન ખાતે ન્યાય માટે કર્યો હોબાળો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ જુના ભવનાથ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર પાસે ઈન્દ્રાસી જલાગારમાંથી સગીર વયના ગુમ વિધાર્થીનો મૃતદેહ આશરે ૧૭ કલાક બાદ મળી આવતા અવનવી ચર્ચાઓએ ભારે જોર પકડયું છે. ધટના સ્થળે લોકોના ટોંળે-ટોંળા એકત્રિત થઈ ગયા હતા.મૃતક સગીરવયના યુવકનું નામ દિપકસિંહ જગદીશસિંહ ગુનાવત (આશરે ઉંમર વર્ષ -૧૭) મુળ રહેવાસી. મઉંટાંડા, તા. ભિલોડા / હાલ રહેવાસી. શ્રીઆશાપુરા સોસાયટી, માંકરોડા, તા. ભિલોડા નો સગીરવયનો મૃતક યુવક ભિલોડાની પ્રેરણા વિધાલયનો વિધાર્થી ધોરણ ૧૨ માં અભ્યાસ કરતો હતો.બે દિવસ પહેલા સાંજે ૫:૦૦ કલાકે હાઈસ્કુલમાંથી છુટયા બાદ ભિલોડાના જુના ભવનાથમાં – ઇન્દ્રાસી જલાગાર પાસે યુવકનું એકટીવા અને સ્કુલ બેગ મળી આવતા ઈન્દ્રાસી જલાગારમાં શોધખોળ તરવૈયાઓ મારફતે હાથ ધરાઈ હતી.અને મૃતદેહ બહાર કઢાયો હતો અને પી એમ અર્થ એ ખસેડાયો હતો એ.ડી મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી આ વચ્ચે વિધાર્થીના મળી આવેલ મૃત દેહ અંગે અનેક ચર્ચાઓ જામી હતી અને સમગ્ર મામલે હવે મૃતક વિધાર્થી જે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો તે સ્કૂલ ના વિધાર્થીઓ મૃતક વિદ્યાર્થીના ન્યાય માટે આગળ આવ્યા હતા અને મોટી સંખ્યામાં ભિલોડા પોલિસ સ્ટેશન ખાતે પોહ્ચ્યા હતા

પ્રેરણા હાઈસ્કૂલ ભિલોડા ખાતે અભ્યાસ કરતા 500 થી વધુ વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે ભિલોડા પોલીસ સ્ટેશને ખાતે પોહચી ઉગ્ર નારેબાજી સાથે ભારે વિરોધ કરી હોબાળો કર્યો હતો અને ન્યાય માટે માંગણી કરી હતી હાલ સમગ્ર વિરોધ  મઉટાંડાના ધોરણ ૧૨ના વિદ્યાર્થીના આપઘાત મામલે કર્યો હતો બીજી તરફ વિદ્યાર્થીઓ એ પણ આક્ષેપ કર્યા હતા કે શાળા શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યા છે શાળા ફરજ બજાવતા કે ડી ભૂધરાનામના શિક્ષક મૃતક વિધાર્થી ને ધોરણ 11 માં અભ્યાસ કરતો તે સમય થી જ ટોર્ચર કરતા હતા તેવા આક્ષેપો થયાં છે સામે વિદ્યાર્થીઓની તપાસની માંગ પણ કરી છે કોઈપણ વાંક વગર ટોર્ચર કરવામાં આવતા આપઘાત કર્યાનો વિદ્યાર્થીઓનો દાવો છે ત્યારે હવે શાળાના જે શિક્ષક પર આક્ષેપ કરવામાં આવ્યા છે તે બાબતે હવે યોગ્ય તપાસ થાય અને ન્યાય મળે તેવી વિદ્યાર્થીઓ ની માંગ છે

Back to top button
error: Content is protected !!