ARAVALLIBHILODA

શામળાજી પૂર્ણિમા : જેઠ માસની પૂર્ણિમા એ શામળાજી મંદિર ખાતે ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

શામળાજી પૂર્ણિમા : જેઠ માસની પૂર્ણિમા એ શામળાજી મંદિર ખાતે ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું 

જેઠ માસ ની પૂર્ણિમા છે ત્યારે યાત્રાધામ શામળાજી માં વહેલી સવારથી જ ભક્તો નું ઘોડાપુર ભગવાન કાળિયા ઠાકર ની જાખી કરવા ઉમટી પડ્યું છે દરેક પૃષ્ટિ સંપ્રદાય મંદિરો માં પૂર્ણિમા નું અનેરું મહત્વ હોય છે આજે ભગવાન શામળિયા ને ખાસ ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાવેલ મલમલ ના વાઘા પહેરાવવા માં આવ્યા છે ભગવાન ને સોના આભૂષણો ના શણગાર કરવા માં આવ્યા છે ભગવાન વિષ્ણુ ને શંખ ચક્ર ગદા અને ગળા માં સોનાની વનમાળા થી ભગવાન શામળિયો ઝળહળી રહ્યો છે ત્યારે ભક્તો પણ હરખ ગેલા બની શામળિયા ની શણગાર આરતી નો લાભ લઇ ધન્ય બન્યા છે સમગ્ર ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ થી હજારો ભક્તો શામળિયા ના દર્શન કરી ધન્ય બન્યા છે મંદિર ના પૂજારી દ્વારા દિવસ દરમ્યાન આવતા તમામ મનોરથ ની ઉજવણી કરવામાં આવી રહી છે મંદિર પરિસર માં ભુદેવો દ્વારા વૈદિક મંત્રો સાથે પાત્રાસદન સહિત શામળિયા ની રાજોપચાર પૂજા પણ થઈ રહી છે ત્યારે ભક્તો ભગવાન ના દર્શન કરી ધન્ય બન્યા છે 

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button