ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લામાં મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ, 1071 મથકો પર થશે મતદાન, કુલ 3118 ઈવીએમ મશીનોની ફાળવણી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ, 1071 મથકો પર થશે મતદાન, કુલ 3118 ઈવીએમ મશીનોની ફાળવણી

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની ૩૦ બેઠકો તેમજ ૮ તાલુકા પંચાયતની કુલ ૧૪૦ બેઠકો માટે મતદાન યોજાનાર છે. આ સાથે મોડાસા અને બાયડ નગરપાલિકાની કુલ ૪૨ બેઠકો માટે પણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે જિલ્લામાં કુલ ૧૦૭૧ મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે, જ્યાં ઈલેક્ટ્રોનિક મતદાન મશીનો (EVM) મોકલવાની કામગીરી ચાલુ છે. આ માટે કુલ ૩૧૧૮ ઈવીએમ મશીનોની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લાના અંદાજે ૭.૬૨ લાખ મતદારો આ ચૂંટણીમાં ભાગ લેશે તેવી શક્યતા છે.ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ૬૧૨૪ પોલિંગ સ્ટાફ તથા ૧૫૬૦ પોલીસ જવાનોનો વિશાળ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મથકો પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.વહીવટી તંત્રએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે પૂર્ણ થશે.

Back to top button
error: Content is protected !!