BHILODAGUJARAT

અરવલ્લી: ભિલોડા-શામળાજી હાઇવે પર ડાયવર્ઝન ધોવાતાં ટ્રાફિક જામ,ટ્રક ફસાઈ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: ભિલોડા-શામળાજી હાઇવે પર ડાયવર્ઝન ધોવાતાં ટ્રાફિક જામ,ટ્રક ફસાઈ

અરવલ્લી જિલ્લાના ભિલોડા-શામળાજી હાઇવે પર ભારે વરસાદના કારણે જેસીંગપુર ગામ પાસે બનાવવામાં આવેલો ડાયવર્ઝન ધોવાઈ ગયો છે. જેના પગલે મોટી વાહતો માટે હાઇવે પર મુસાફરી અટકી પડી છે.

ડાયવર્ઝન તૂટી જતા એક ટ્રક પલટી ગયો હતો, જોકે હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી. ભારે વરસાદ અને ડાયવર્ઝનની ખસેડી ગયેલી માટી-મટેરિયલ કારણે હાલ માર્ગ સંપૂર્ણપણે અવરોધિત થયો છે.ભિલોડા થી શામળાજી જતા વાહન વ્યવહાર ઉપર મોટો અસર પડ્યો છે અને ડ્રાઈવરોએ હવે વિકલ્પી માર્ગોની શોધખોળ શરૂ કરી છે.સ્થાનિક પ્રશાસન દ્વારા માર્ગ પુનઃપ્રારંભ માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!