
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મંત્રીના પુત્ર અને જિલ્લાના યુવા મોરચાના નેતાનો ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે ડાયરામાં રૂપિયા ઉડાવતો વિડિયો વાયરલ
હાલ સમગ્ર ગુજરાતભરમાં માત્ર એક જ ચર્ચા ચાલી રહીં છે જે છે Bz ના કૌંભાંડ ની જેમાં 6 હજાર કરોડ નુ ફુલેકું ફેરવનાર હાલ ભૂગર્ભમાં છે પરંતું હાલ તેની સાથે મોજ શોખ ધરાવતા અનેક લોકોના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અરવલ્લી જિલ્લામા અવનવી ચર્ચાઓ જામી છે. અરવલ્લી જીલ્લામાં મંત્રી ના પુત્ર અને જિલ્લામા યુવા મોરચાના નેતા નો રાજભાગઢવીના ડાયરામાં ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે રૂપિયા ઉડાવતા હોવાનો વિડિઓ હાલ સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે બીજી તરફ BZ ના મૈત્રી ફાઉન્ડેશન મા આ બન્ને લોકો ટ્રસ્ટી પણ હોવાની વાતો પણ સામે આવવા લાગી છે પરંતું હાલ તો જે પ્રકારે અવનવા વિડિયો સામે આવતાં આગામી સમયે CID દ્વારા અનેક લોકોની પૂછપરછ થાય તેવી માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે
સમગ્ર અહેવાલ હાલ ચાલી રહેલા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ અંતર્ગત પ્રસારિત કરેલ છે વાત્સલ્ય સમાચાર વાયરલ વિડિઓની પૃષ્ટિ કરતુ નથી




