DASADAGUJARATSURENDRANAGAR

દસાડા તાલુકામાં છેવાડાના ક્ષતિગ્રસ્ત માર્ગો ઉપર ડામર પેચવર્ક કરાયું.

તા.20/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને કારણે છેવાડાના નાગરિકોને પણ હાલાકી ન પડે તે હેતુસર વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રોડ રસ્તાઓની મરામત કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં જૈનાબાદ, વિસાવડી, ઝીંઝુવાડા રોડ, બજાણા, નાનાં પીપળી રોડ, રાજપર, ભડેણા રોડ, મોટી મજેઠી, રાજપર રોડ, વડગામ, વિસાવડી રોડ, આખીયાણા, પીપળી, દેગામ રોડ સહીત દસાડાના જુદા જુદા ગામો વિસ્તારોનાં માર્ગો પર પડેલા ખાડાઓમાં ડામર પેચવર્ક કરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે, માર્ગો પર પડેલા ખાડાના કારણે પ્રજાને હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા કલેકટર કે. સી. સંપટના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં ડામર પેચવર્ક સહિતની સઘન મરામત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!