AHAVADANGGUJARAT

આહવા ખાતે આરોગ્ય વિભાગે ડેન્ગ્યુ અને મલેરિયાનાં કેસની આંકડાકીય માહિતી છુપાવાનાં આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાન કલેકટરને રજુઆત કરી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે.તેમજ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસની આંકડાકીય માહિતી છુપાવવામાં આવી રહી છે.તેવા આક્ષેપો સાથે  ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દ્વારા જિલ્લા કલેક્ટર, DDO અને જિલ્લા આરોગ્ય અધિકારી ને અરજી કરવામાં આવી છે.હાલ વર્ષાઋતુ ચાલી રહી છે.ત્યારે ડાંગ જિલ્લા અને તાલુકાના મથકે ઘણા આરોગ્ય લક્ષી કેસોની નોંધણી થયેલ છે.જે બાબતે  કચેરી દ્વારા કે આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીનાં પગલા રૂપે થયેલ કાર્યો  તથા સર્વેની કામગીરી ખુબજ નબળી કરવામાં આવેલ હોવાનું જણાઇ આવેલ છે.તેમજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ દ્વારા ગત  દિવસોમાં આહવા ગામની ગ્રામસભામાં રજુ કરાયેલ આરોગ્ય લક્ષી પ્રશ્નો અને રજૂઆતો બાબતે પણ આરોગ્ય વિભાગ દ્વારા ઘોર બેદરકારી અને નિષ્કાળજી રાખવામા આવેલ છે.તેમજ તે બાબતે આજ દિન સુધી કોઈ પણ પ્રકારની સંતોષકારક કામગીરી કરવામાં આવેલ નથી કે યોગ્ય પગલા લેવામાં આવેલ  નથી.તેમજ હાલ ડાંગ જિલ્લામાં અને ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકા મથકે ડેંગ્યુ અને મલેરિયા જેવા જીવલેણ રોગોનો નોંધપાત્ર વધારો જણાયેલ છે.જે બાબતે છેલ્લા છ માસમાં ડાંગ જિલ્લા ખાતે આવા ડેંગ્યુ અને મલેરિયાના નોંધાયેલ તમામ કેસોની માસીક આકડાકીય વિગતવાર માહિતી પણ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ દ્વારા માંગવામાં આવેલ છે.વધુમાં કૉંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરેએ જણાવ્યુ હતુ કે તા.25/09/2024 ના રોજ 38માંથી 09 જેટલા પોઝિટિવ કેસો આવેલ છે.જેની વિગત મારી પાસે છે.તથા લગભગ 24% એવરેજ કેસો પોઝિટિવ આવે છે તેમ છતાંય આરોગ્ય વિભાગ દ્વારા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે.જે આક્ષેપો સાથે આજરોજ લેખિતમાં રજુઆત કરી હતી.જેથી આરોગ્ય વિભાગ કાન સરવા કરી પ્રજાને સાચી વિગતો બહાર પાડે તે જરૂરી બની ગયુ છે..

Back to top button
error: Content is protected !!