GUJARATPADDHARIRAJKOT

Rajkot: પડધરી તાલુકાના બોડીઘોડી ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં લાભાર્થીઓને ઘર આંગણે મળ્યા સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ

તા.૯/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દ્રારા પડધરી તાલુકાના બોડીઘોડીમા ગામના લોકોને વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના ઘર આંગણે લાભ આપવા રથ-૨ આવી પહોંચતા લોકોએ ભાવભેર સ્વાગત કર્યું હતું. તેમજ વિવિધ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, પી.એમ.ઉજજવલા, તથા અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે આરોગ્ય કેમ્પ અંતર્ગત ગ્રામજનોના આરોગ્યની નિ:શુલ્ક તપાસ કરવામાં આવી હતી. સરકારશ્રીની આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી જુબાની’ થકી સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાની કહાની રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ખાસ ડ્રોન તથા સોઈલ હેલ્થ કાર્ડ અંગે પ્રદર્શન યોજાયું હતું.

આ ગામમાં ૧૦૦ ટકા ગામ પંચાયતોમાં જલજીવન મિશન તેમજ જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન ૧૦૦ ટકા પૂર્ણ થયું છે. તદુપરાંત હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા સ્થાનિક રમત ગમતની વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં બોડીઘોડી ગામના સરપંચશ્રી ચંદ્રિકાબેન વાંસજાળિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમુકેશભાઈ મુંગલપરા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી જગદીશભાઈ મુંછડીયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી સુમાબેન લુણાગરીયા, તાલુકા પંચાયત સદસ્યશ્રી મહેશભાઈ અકબરી, અગ્રણીશ્રી શૈલેષભાઈ ગજેરા, શ્રી તળશીભાઈ તાલપરા, શ્રી નીલેશભાઈ ડોડીયા, શ્રી છગનભાઈ વાંસજાળિયા, આચાર્યશ્રી જીતેન્દ્રભાઈ ઉમરેટીયા, મેડીકલ ઓફિસરશ્રી ડો. અપૂર્વ ત્રિવેદી, તલાટીમંત્રીશ્રી હેતલબેન ધાંધલીયા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!