વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી, તા-04 જૂન : તાજેતરમાં જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય સમર કેમ્પનું આયોજન ભુજમાં માં આશાપુરા વિદ્યા સંકુલ ખાતે, નખત્રાણામાં ટી.ડી વેલાણી કન્યા હાઇસ્કૂલ ખાતે તેમજ મુન્દ્રામાં પુષ્કર્ણા સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઝોન કો-ઓર્ડિનેટરશ્રી સંત રામ સાહેબ, સંચાલકશ્રી તેજલબેન ત્રિપાઠી, સહ સંચાલકશ્રી રશ્મિબેન વ્યાસ અને શ્રી નીતાબેન ગઢવી દ્વારા ૧૦૦થી વધુ બાળકોને જ્ઞાન સાથે યોગનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન બાળકોને જંક ફૂડથી દૂર રહીને હેલ્ધિ ખોરાક અંગેની સમજણ આપવામાં આવી હતી. યોગ સંસ્કાર, સામાજિક ફરજો વિશે બાળકોને સમર કેમ્પમાં અવતગ કરાવવામાં આવ્યા હતા. આ કેમ્પમાં રાજકોટથી મીડિયા ઝોનના કો-ઓર્ડિનેટરશ્રી શૈલેષભાઈ ટાંક અને ભુજની યોગની ટીમના વિવિધ કોચ એ હાજરી આપીને બાળકોને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. ૧૫ દિવસના સમર કેમ્પને સફળતાપૂર્વક પૂર્ણ કરાનારા તમામ બાળકોને મોમેન્ટો સાથે સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પશ્ચિમ કચ્છ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરશ્રી સંતરામ આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે.