GUJARATKAPRADAVALSAD

વલસાડ જિલ્લામાં અતુલ ફાઉન્ડેશન દ્વારા માનસિક રોગોથી પીડીત દર્દીઓને સહાય કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ:તા. ૧૬ એપ્રિલ–વલસાડનાં અબ્રામા ખાતે કાર્યરત આત્મવિશ્વાસ વિદ્યાલયની સ્થાપના ૨૦૦૬માં થઈ હતી. જે માનસિક આરોગ્ય સંબંધિત વિકારોથી પીડિત વ્યક્તિઓને અનુભવી ડૉક્ટરો, સાઈકોલોજિસ્ટ અને કાઉન્સેલરોનાં માર્ગદર્શન હેઠળ દરેક વ્યક્તિની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ મનોવૈજ્ઞાનિક થેરાપી, સંગીત થેરાપી વગેરે દ્વારા સારવાર પૂરી પાડે છે. આજદિન સુધી કુલ ૨૭૬ વ્યક્તિઓની સફળ સારવાર કરી છે. આમાંથી ૨૨૬ દર્દીઓ સાજા થઈ તેમના દૈનિક જીવનમાં પરત આવ્યા છે. હાલમાં તેઓ તેમની દેખરેખમાં માં ૫૦ દર્દીઓને સારવાર આપી રહ્યા છે.
અતુલ ફાઉન્ડેશન દ્વારા CSR પ્રવૃતિઓ અંતર્ગત અતુલ અને આસપાસનાં વિસ્તારોમાં જરૂરિયાતમંદોને અનેક સેવાઓ પૂરી પાડવામાં આવે છે. વલસાડનાં અબ્રામા ખાતે કાર્યરત આત્મવિશ્વાસ વિદ્યાલય દ્વારા પોતાના દર્દીઓની સુવિધા માટે જરૂરી વસ્તુઓ આપવા માટે અતુલ ફાઉન્ડેશનને વિનંતિ કરવામાં આવી હતી. જે અતુલ ફાઉન્ડેશનનાં સ્વાતિબેન લાલભાઈએ માન્ય રાખી ૧૦૦ બેડશીટ, ૫૦ લેધરનાં ગાદલાં અને ૨૫ કબાટો દર્દીઓ માટે દાનસ્વરૂપે આપવામાં આવ્યા હતા. જે બદલ આત્મવિશ્વાસ વિદ્યાલયનાં મેનેજર જયેશભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અતુલ કંપનીનાં જનરલ મેનેજર ગૌતમભાઈ દેસાઈ અને અતુલ ફાઉન્ડેશનનાં અનુરાગ શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!