અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ટીંટોઇ શ્રી પી.એમ કોઠારી હાઇસ્કુલના હોદ્દેદારો સામે જાગૃતિ નાગરિકે ટીંટોઈ પોલિસ સ્ટેશનમાં જાણવાજોઞ ફરિયાદ નોંધાઇ.
મોડાસા તાલુકાના ટીંટોઇ એજ્યુકેશન ટ્રષ્ટ સંચાલિત શ્રી પી.એમ કોઠારી હાઇસ્કુલના હોદ્દેદારો સામે ગામના જ એક જાગૃતિ નાગરિકે છેલ્લા કેટલાય સમયથી સંસ્થામાં ચાલતા વહીવટની આર.ટી.આઇ હેઠળ માહિતી માંગી હતી.માંગેલ માહિતી સાચી ન હોવાના અને તેની અદાવતમાં જાગૃત નાગરિકને ફોનકોલ પર ધમકી આપી હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકે ટીંટોઇ પોલીસ મથકે જાણવાજોઞ ફરિયાદ નોંધાવી છે.ફોનકોલ પર આપેલ ધમકીની વાયરલ ઓડિયો કલીપ સામે આવી છે.જોકે આ ઓડિયો ક્લિપની વાત્સલ્યમ સમાચાર પુષ્ટિ કરતુ નથી કરતું.